ભાજપને હાથે કર્યા હૈયે વાગ્યા; જેડીયૂએ કર્યું ક્રોસ વોટિંગ

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને આ વખતે ક્રોસ વોટિંગનો શિકાર બની છે. કોંગ્રેસના 3 નેતાઓએ જ્યાં ક્રોસ વોટિંગ કરીને ભાજપના નેતા બલવંત સિંહ રાજપૂતને વોટ આપ્યો છે. ત્યાં જ ભાજપના પણ એક નેતાએ ક્રોસ વોટિંગ કરીને ભાજપના બદલે કોંગ્રેસને વોટ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસી નેતાઓને ક્રોસ વોટિંગ કરાવાનો આરોપ ભાજપ પર પહેલાથી જ લાગ્યો છે. પણ હવે તે આરોપ ભાજપની ખુદની મુશ્કેલી બન્યો છે. કારણ કે જનતા દળ યુનાઇટેડના નેતા છોટૂભાઇ વસાવાએ ભાજપના બદલે કોંગ્રેસને વોટ આપી ક્રોસ વોટિંગ કર્યું છે.

bjp congress

ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં જનતા દળ યુનાઇટેડે ભાજપને સાથ આપવાનું જણાવ્યું હતું. પણ પાર્ટીના એક માત્ર વિધાયક છોટુ ભાઇએ બગાવત કરીને કોંગ્રેસને વોટ આપ્યો હતો. સુત્રોના કહેવા મુજબ બસવા શરદ યાદવના સમર્થકોમાંથી એક છે. વધુમાં ક્રોસ વોટિંગ પછી છોટુ ભાઇએ ભાજપ પર પોતાની રોષ વ્યક્ત કરતા મીડિયાને કહ્યું કે તેમણે ક્રોસ વોટિંગ એટલા માટે કર્યું કારણ કે "દેશ ત્રણ વર્ષો ભાજપના શાસનમાં મુશ્કેલીઓ વેઠી રહ્યો છે" ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાના મતે અત્યાર સુધીમાં કોંગ્રેસને 43 વોટ મળ્યા છે. ત્યારે આ ક્રોસ વોટિંગ થતા ભાજપમાં સોપો પડી ગયો છે.

English summary
BJP too faced cross voting, JDU MLA rebel in gujarat rajya sabha election.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.