For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

90 ટકા મુસ્લીમ વસ્તી ધરાવતા સલાયામાં ભાજપનો 100 ટકા વિજય

|
Google Oneindia Gujarati News

narendra modi
સલાયા, 12 ફેબ્રુઆરી: ગુજરાત રાજ્યમાં યોજાયેલી નગરપાલિકારની ચૂંટણીના આજે પરિણામો જાહેર થઇ રહ્યા છે. જેમ ચૂંટણી પરિણામો આવી રહ્યા છે, તેમ ભાજપના વિજયના સમાચારો મળી રહ્યા છે. જામનગર જિલ્લાની સલાયા નગરપાલિકાની ચૂંટણી પરિણામે તો જાણે વિક્રમ જ સર્જી નાખ્યો છે. આ નગરપાલિકામાં કુલ 27 બેઠકો હતી જેમાંથી બધી જ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ભગવો લહેરાવી દીધો છે. જોકે વધુ આશ્ચર્ય પમાડનાર વાત એ છે સયાલા નગરપાલિકામાં કુલ મતદારોમાંથી 90 ટકા મતદારો મુસ્લીમ છે.

90 ટકા મુસ્લીમ વોટ ધરાવતી જામનગર જિલ્લાની આ સયાલા નગરપાલિકામાં 27માંથી 27 બેઠકો મળવી એ મુસ્લીમો કેટલા ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં છે એ વાતને ઉજાગર કરે છે. આખા દેશમાંથી અન્ય રાજકિય પક્ષો તરફથી હંમેશા કહેવાતું આવ્યું છે કે મોદી અને બીજેપી મુસ્લીમ વિરોધી છે. જોકે સયાલાની નગરપાલિકાની ચૂંટણી પરિણામો એ દરેકના ગાલે તમાચ છે જેઓ મોદી અને બીજેપીને મુસ્લીમ વિરોધી ગણાવે છે અથવા તો મુસ્લીમો બીજેપીના સમર્થનમાં નથી એવું કહેતા હોય.

કોડિનાર બેઠકનું આશ્ચર્ય

કોડિનાર બેઠક પરથી નગરપાલિકાની ચૂંટણી લડનાર ભાજપી ઉમેદવાર શિવા સોલંકી આરટીઆઇ એક્ટિવિસ્ટ અને પર્યાવરણવાદી અમિત જેઠવાની હત્યાના આરોપમાં જેલમાં કેદ હતા. તેઓ જેલમાં હોવાથી ચૂંટણીપ્રચાર પણ નહી કરી શકનાર શિવા સોલંકીનો ભારે બહુમતીથી વિજય થયો છે. નોંધનીય છે કે અમિત જેઠવાની હત્યાના આરોપી શિવા સોલંકીનો 2252 જેટલા મત સાથે વિજય થયો છે.

75 માંથી 47 પર ભાજપનો ભગવો

રાજ્યની 75 નગરપાલીકાની બેઠકોના પરિણામ જાહેર થઇ ગયા છે. તેમાં 47 પર ભાજપ, 9 પર કોંગ્રેસ અને 9 નગરપાલીકા અપક્ષના ફાળે ગઇ છે. જ્યારે 10 નગરપાલીકા પર ત્રિશંકું સત્તા રચાશે. બેઠકોની વાત કરીએ તો 1145 બેઠક પર ભાજપ, 449 પર કોંગ્રેસ, 13 પર બીએસપી, 16 પર એનસીપી, 272 પર અપક્ષ અને 9 બેઠક અન્ય પક્ષોના ફાળે ગઇ છે.

English summary
Salaya with 90 percent muslims votes for BJP in Gujarat. BJP won all seats of Jamnagar's Salaya nagarpalika.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X