GSEB Board Exam 2023: ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ, 16.50 લાખ વિદ્યાર્થી આપશે પરીક્ષા
રાજ્યમાં આજથી શરુ થતિ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં 16.50 લાખ વિદ્યાર્થીઓ આપશે.
ગુજરાતમાં આજથી ગુજરાત માધ્યમિક અન શિક્ષણ બોર્ડ અને ગુજરાત શિક્ષણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રરંભ થઇ રહ્યો છે.જેમા રાજ્યભરમાં 16.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષઆ આપશે. ધોરણ 10 માં 9.56 લાખ અને ધોરણ 12 સમાન્ય પ્રવાહમાં 5.65 લાખ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.26 લાખ, સંસ્કુત પ્રથમાના 644 ઉ.ઉ. બનિયાદી પ્રવાહના 4,305, વ્યવસાય લક્ષી પ્રવાહના 793 જ્યારે સંસ્કૃત માધ્યમના 736 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

રાજ્ય સરકારના શિક્ષમ મંત્રી આજથી શરુ થતિ બોર્ડની પરીક્ષા પૂર્વ બોર્ડના વિદ્યાર્થીઓને ગાંધીનગર ખાતેની એક શાળામાં સ્વાગત કરીને શુભેચ્છા પાઠવશે. આજથી શરુ થતિ પરીક્ષામાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ સાથે પ્રવેશ આપવામાં આવશે. બેગ સહિતની ઉલેક્ટ્રોનિક સાધનો સાથે પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. રાજ્યમાં ચાલતી પરીક્ષાનું સીસીટીવીથી નીરીક્ષણ કરવામાં આવશે. જેના માટે વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે. બોર્ડની સ્કવોર્ડ ટીમ માટે પણ કલેક્ટર દ્વારા અધિકારીઓની નિમમૂક કરવામાં આવી છે.
ગુજારતમાં 138 ઝોનમાં 1623 કેન્દ્રો, 5541 બિલ્ન્ડીગના કુલ 56,633 બ્લોકમાં પરીક્ષા યોજાશે. જેમા 66 કેન્દ્રો સેન્સિટિવ કેન્દ્રો પર પેરા મીલીટરની ફોર્સ તેનાત રહેશે. ધોરણ 10ની 101 અને ધોણરણ 12 ની 56 વિદ્યાર્થીઓ 4 અલગ અલગ જેલમાથી પરીક્ષા આપશે. તેમજ શાળાનો સ્ટાફ સુપરવાઇઝર મોાબાઇલ ઓફન લઇ જઇ શકશે નહી.
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા પહેલા બોર્ડ દ્વારા ગાઇડલાઇન બહાર પાડી હતી જે અનુસાર તમામ શાળાની આસપાસના વિસ્તારની ઝેરોક્ષ સેન્ટરો ફરીજીયાત પણ બંધ રાખવાના રહેશે. તેમજ આસપાસના વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
