અંબાજી મંદિરની સુરક્ષા માટે બોડીવોર્ન કેમેરાનો પ્રયોગ શરૂ કરાયો!
વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે આવે છે. અંબાજી આવતા યાત્રિકોની સુરક્ષા અને સલામતી જાળવવી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ માટે અત્યંત મહત્વની બાબત છે.
વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે આવે છે. અંબાજી આવતા યાત્રિકોની સુરક્ષા અને સલામતી જાળવવી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ માટે અત્યંત મહત્વની બાબત છે. અંબાજીમાં આવતા માઇભક્તોની સુરક્ષા માટે વિશ્વની ઉચ્ચકક્ષાની આધુનિક ટેકનોલોજીથી અંબાજીમાં આવનાર યાત્રાળુઓને સુરક્ષા પ્રદાન કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. અત્યંત આધુનિક ટેકનોલોજીનો અંબાજી ખાતે આજથી પ્રાયોગીક ધોરણે ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં અદ્યતન બોડીવોર્ન કેમેરાનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

બોડીવોર્ન કેમેરામાં હાઈરીઝોલ્યુશન ઓડીયો અને વીડીયો ક્લાઉડબેઝ સિસ્ટમ ઉપર રેકોર્ડ થાય છે. આ કેમેરા સુરક્ષા અધિકારી પોતાના શરીર ઉપર લગાવે છે. જે તે સ્થળનું લાઈવ ઓડીયો-વીડીયો રેકોડીંગ સિસ્ટમમાં સ્ટોર થાય છે, તેમજ તેને કયારેય પણ ડીલીટ કરી શકાતુ નથી. આ કેમેરાના સોફ્ટવેર અને હાર્ડવેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કેમેરાથી સંદિગ્ધ વ્યક્તિઓ અને સુલેહ શાંતિનો ભંગ કરતા ઈસમો ઉપર બાઝ નજર રાખવામાં આવશે.
આજે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેકટર સુધેન્દ્રસિંહ જે. ચાવડાની ઉપસ્થિતિમાં આ કેમેરાનું ડેમો0સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને મંદિરમાં વિવિધ સ્થળના સુરક્ષાકર્મીઓને તાલીમ આપી કાર્યરત કરવામાં આવ્યાં છે. ભાદરવી પૂનમના સમયગાળામાં આ પ્રકારના હાઈટેકનોલોજી અને આધુનિક બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરી મંદિર ટ્રસ્ટ અને પોલીસ તંત્રના સંકલનથી અંબાજીમાં દર્શનાર્થે પધારતા યાત્રિકોને સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. ગુજરાત રાજયના તમામ મંદિરો પૈકી અંબાજી મંદિરમાં સૌ પ્રથમવાર આ પ્રકારની અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ











Click it and Unblock the Notifications
