For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરેન્દ્રનગર જિલ્લામાં ડિગ્રી વગરના બોગસ ડૉક્ટરોનો રાફડો ફાટ્યો

લિંબડી પંથકમાં અનેક ડિગ્રી વગરના બોગસ ડૉક્ટરો ભલી ભોળી પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરી પોતાના ગજવા ભરી રહ્યા છે જેમની પાસે નથી ડિગ્રી કે નથી યોગ્યતા.

|
Google Oneindia Gujarati News

Recommended Video

સુરેન્દ્રનગર ડિગ્રી વગરના અનેક બોગસ ડોકટરોનો રાફડો

સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડી તાલુકામાં જીવલેણ રોગ કોંગો ફિવરે માથુ ઉચક્યુ છે. વરસાદી વાતાવરણ હોવાના કારણે તાવ, ઝાડા અને ઉલટી જેવા રોગોના દર્દીઓથી દવાખાના ઉભરાઈ રહ્યા છે. આવા સંવેદનશીલ સમયમાં લિંબડી પંથકમાં અનેક ડિગ્રી વગરના બોગસ ડૉક્ટરો ભલી ભોળી પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરી પોતાના ગજવા ભરી રહ્યા છે જેમની પાસે નથી ડિગ્રી કે નથી યોગ્યતા. આમાંથી અમુક તો એવા વ્યક્તિઓ છે જે યુપી કે બિહાર જેવા રાજ્યોમાંથી ગુનાહિત પ્રવૃત્તિ કરી ભાગી છૂટેલા હોવાનુ સૂત્રો તરફથી જાણવા મળ્યુ છે.

doctor

વધુ મહત્વની અને ચોંકાવનારી વાત તો એ છે કે આ પંથકના રાણાગઢ ગામમાં બોગસ ડૉક્ટર સામે ફરિયાદ થઈ ચૂકેલી હોવા છતાં તેમના સહિત એક નહિ બીજા અનેક મુન્નાભાઈ એમબીબીએસ ડૉક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે રાણાગઢના સરપંચ તેમજ આરોગ્ય અધિકારીની કોઈને કોઈ રીતે સંડોવણી પણ નકારી શકાય તેમ નથી.

હાલમાં જ્યારે સમગ્ર પંથક રોગચાળાની ચપેટમાં છે અને કોંગો ફિવરના દર્દીઓ પણ નોંધાયેલા છે જે મોતને ભેટ્યા છે ત્યારે ખાસ કરીને જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડૉક્ટરો સામે પગલા લેવાય અને કોઈ પણ પ્રકારનો રોગચાળો ફાટી ન નીકળે તેના માટે ઉચ્ચ કક્ષાએથી જવાબદાર અધિકારીઓ સાથે તંત્ર દ્વારા નાના નાના ગામડાના હેલ્થ સેન્ટર સુધીની મુલાકાત લઈ રોગચાળાને પહોંચી વળવા માટે સક્ષમ બનાવે અને ગેરકાયદેસર રીતે લોકોને લૂંટતા બોગસ ડૉક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરાય તેમજ અધિકારીઓ સામે પણ કડક પગલા લેવાય તેવુ પ્રજા ઈચ્છી રહી છે.

આ પણ વાંચોઃ વાહ/ પાંચમા ધોરણમાં ભણતાં ભૂલકાંએ વૃક્ષો વાવીને ઉજવ્યો જન્મદિવસઆ પણ વાંચોઃ વાહ/ પાંચમા ધોરણમાં ભણતાં ભૂલકાંએ વૃક્ષો વાવીને ઉજવ્યો જન્મદિવસ

English summary
bogus doctors breaks out in surendranagar district of gujarat during congo fever
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X