For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દીકરીના અશ્લીલ વીડિયોનો વિરોધ કરવા બદલ BSF જવાનની કરી દીધી હત્યા

દીકરીના અશ્લીલ વીડિયો વાયરલ થવાનો વિરોધ કરવા પર બીએસએફના જવાનની હત્યા કરી દેવામાં આવી.

|
Google Oneindia Gujarati News

BSF Jawan Beaten to Death: નડિયાદમાં દીકરીનો અશ્લીલ વીડિયો વાયરલ કરવાનો વિરોધ કરવા પર બૉર્ડર સિક્યોરિટી ફૉર્સ(BSF)ના એક જવાનની કથિત રીતે મારી-મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ મામલે સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતના નડિયાદમાં આ જધન્ય ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. બૉર્ડર સિક્યોરિટી ફોર્સના સૂત્રોએ જણાવ્યુ હતુ કે બીએસએફ જવાનની પુત્રી અને નડિયાદની કિશોરી એક જ શાળામાં અભ્યાસ કરે છ અને બંને વચ્ચે પ્રેમસંબંધ હતો.

murder

ઘટનાની વિગત મુજબ એક 15 વર્ષના છોકરાએ બીએસએપ જવાનની દીકરીનો અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. જેના માટે બીએસએફ કૉન્સ્ટેબલ તેના પરિવાર સાથે શનિવારે ઑનલાઈન વીડિયો પોસ્ટ કરનાર 15 વર્ષના છોકરાના ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી વચ્ચે છોકરાના પરિવારજનોએ કૉન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન જવાન સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગંભીર ઇજાઓને કારણે બીએસએફ કૉન્સ્ટેબલનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ.

માહિતી મુજબ આ 15 વર્ષનો છોકરો બીએસએફ જવાનની પુત્રી સાથે પ્રેમમાં હતો. બાદમાં છોકરાએ છોકરીનો પૉર્ન વીડિયો ઑનલાઈન પોસ્ટ કર્યો હતો. જેને લઈને બીએસએફ જવાનનો આખો પરિવાર નારાજ હતો. જણાવવામાં આવી રહ્યુ છે કે છોકરાના ઘરના 7 લોકોએ મળીને બીએસએફ જવાન પર લાકડીઓ અને ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો. જેના કારણે તેનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. આ જવાન બીએસએફ 56 મહેસાણામાં તૈનાત હતો.

સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યા બાદ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. નોંધાયેલી એફઆઈઆર મુજબ શનિવારે બીએસએફ કૉન્સ્ટેબલ પરિવાર સાથે છોકરા સાથે વાત કરવા ગયો હતો. આ દરમિયાન મારામારી થઈ હતી. જવાનની સાથે તેની પત્ની, બે પુત્રો, ભત્રીજો અને એક કિશોર પણ હતો.

English summary
BSF jawan who is protesting against daughter obscene beaten to death in Nadiad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X