For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ વૉટર પાઈપલાઈન પ્રોજેક્ટથી ભાવનગર, અમરેલી અને ગિર સોમનાથને ફાયદો થશે

ગુજરાતઃ વૉટર પાઈપલાઈન પ્રોજેક્ટથી ભાવનગર, અમરેલી અને ગિર સોમનાથને ફાયદો થશે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વૉટર પાઈપલાઈન પ્રોજેક્ટનો પાયો નાખ્યો. આ પ્રોજેક્ટ પાછળ 376 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ પાઈપલાઈનથી ભાવનગર, અમરેલી અને ગિર સોમનાથ જિલ્લાના 20 શહેર અને 612 ગામના 43 લાખ લોકોને પાણી પૂરું પાડવામાં આવશે.

vijay rupani

બુધેલથી બોરડા પાઈપલાઈનના કન્સ્ટ્રક્શન બાદ ભાવનગરના તળાજા અને મહુવા, અમરેલીના રાજુલા અને જાફ્રાબાદ અનેગિર સોમનાઝ જિલ્લાના ઉના અને કોડિનારને વૉટર ગ્રીડ મારફતે જૂન 2022 સુધી જોડવામાં આવશે. ભવિષ્યમાં આ વોટરગ્રીડથી સોમનાથ મંદિર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચશે.

કેન્દ્ર સરકારે 2024 સુધીમાં મોટાભાગના ઘરો સુધી નળ મારફતે પાણી પહોંચાડવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે રાજ્ય સરકારે પીવાના ચોખ્ખા પાણી માટે 1 લાખ કિલોમીટરથી વધુ લાંબી પાઈપલાઈન નાંખી છે.

ગુજરાતઃ CM વિજય રૂપાણીએ શરૂ કરી 5 સમૂહ જલાપૂર્તિ યોજના, લાખો લોકોને મળશે પેયજળગુજરાતઃ CM વિજય રૂપાણીએ શરૂ કરી 5 સમૂહ જલાપૂર્તિ યોજના, લાખો લોકોને મળશે પેયજળ

ગુજરાતના પાણી-પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે, બલ્ક પાઈપલાઈન પ્રોજેક્ટથી અમરેલી, ભાવનગર અને ગિર સોમનાથ જિલ્લાની પીવાના પાણીની સમસ્યા ઉકેલશે અને દરિયાકાંઠાના ગામડાઓ સુધી પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડવામાં આવશે.

English summary
bulk pipeline project will benefit 43 lakh people in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X