For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bullet Train: 2023માં પૂર્ણ થનારા આ પ્રોજેક્ટથી ફાયદો કોને?

બુલેટ ટ્રેનનો પ્રોજેેક્ટ પૂર્ણ થશે 2023માં. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ શિન્ઝો આબે તેનું ખાતમૂહૂર્ત કર્યું હતું. ત્યારે આ પ્રોજેક્ટથી ભાજપને આવનારી ચૂંટણીમાં ચોખ્ખો લાભ થશે.

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ આજે હાઇ સ્પીડ બુલેટ ટ્રેનનું ખાતમૂહૂર્ત કર્યું. 250 kmph પર દોડતી આ ટ્રેનની મદદથી 2 કલાક અને સાત મિનિટની અંદર અમદાવાદથી મુંબઇ પહોંચી શકશો. અને જો ટ્રેન વડોદરા કે સુરત જેવા સ્થળોએ રોકાય તો પણ તમે 3 કલાકમાં તો અમદાવાદથી મુંબઇ પહોંચી જ જશો. સાંભળવામાં કેટલું સારું લાગે છે ને બે કલાકમાં અમદાવાદથી મુંબઇ! પણ આ પ્લાનનું હાલ ખાતમૂહૂર્ત જ થયું છે અને તે પૂર્ણ થશે વર્ષ 2023માં. એટલે કે જો સમય સર કામ થઇ ગયું તો આવનારા સમયમાં લોકોને આનાથી ચોક્કસથી લાભ થશે. તેમ છતાં સવાલ તે આવે છે કે 2023માં પૂર્ણ થતા આ પ્રોજેક્ટથી લાભ કોને?

Bullet train

નોંધનીય છે કે દરેક સરકાર વિકાસના કામ કરતી જ રહે છે. અને નરેન્દ્ર મોદીની સરકારે બુલેટ ટ્રેનના આ પ્લાન માટે મુંબઇ અમદાવાદ કોરિડોર પસંદ કર્યો અને કામ શરૂ કરાવ્યું તે એક સારી જ વાત છે. ચોક્કસથી લાંબા ગાળે લોકોને તેનાથી ફાયદો થશે જ. પણ હાલ જો આ લાંબા ગાળાના લાભનો તાત્કાલિક ફાયદો કોઇ પાર્ટીને મળવાનો હોય તો તે છે ભાજપ. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને તે પછી 2019ની ચૂંટણી પણ ઊભી છે તે વખતે મત માંગવા માટે વિકાસનો આ મુદ્દો હાઇલાઇટ કરવામાં મોદી સરકાર બિલકુલ પાછી નહીં પડે તે વાતની આપણને બધાને ખાતરી છે! અને આમ પણ આપણા ગુજરાતમાં કહીએ છીએ ને કર્યું છે તો ગાઇએ છીએ તેમાં ખોટું શું?

English summary
Bullet train project : This project will complete in 2023 but BJP gets its benefit right now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X