For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અ'વાદથી ગાંધીનગર જઇ રહેલી બસમાં આગ, મુસાફરોનો આબાદ બચાવ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 21 જુલાઇ : અમદાવાથી ગાંધીનગર જઇ રહેલી લોકલ બસમાં અચાનક આગ લાગી જતા ચકચાર મચી જવા પામી હતી. જોકે આજે રવિવાર હોવાના કારણે બસમાં સામાન્ય કરતા વધુ ભીડ ન્હોતી જેના કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

આ સીએનજી જીએસઆરટીસીની બસમાં કેવી રીતે આગ લાગી તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. બસમાં આગ પાછળની બાજુથી લાગી હતી, જ્યાં તેનું એન્જીન બસની પાછળની બાજું આવેલું હોય છે. બસમાં આગ લાગવાથી ડ્રાઇવરે તાત્કાલિક બસ ઉભી રાખી દીધી અને કંડક્ટરે તમામ મુસાફરોને બસમાંથી તાત્કાલીક ઉતારી દીધા. કંડક્ટર અને ડ્રાઇવરની સૂઝબૂઝના કારણે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

gsrtc
આ ઘટના ગાંધીનગર ખાતે આવેલા ધોળેશ્વર ચાર રસ્તા પાસે બની હતી. ઘટના સ્થળે તાત્કાલિક ગાંધીનગર ફાયર સ્ટેશનના જવાનો આવી પહોંચ્યા હતા અને બસમાં લાગેલી આગને બુઝાવી દીધી હતી. જોકે ત્યાં સુધી અડધી બસ આગને કારણે રાખ થઇ ગઇ હતી.

જીએસઆરટીસીની આ નવીન સફેદ કલરની સીએનજી બસમાં એન્જીન પાછળની બાજુએ હોય છે. અને સામાન્ય એસટી બસ કરતા તેમાં મુસાફરોને સમાવવાની જગ્યા વધારે હોય છે. આ બસ ખૂબ લાંબી અને પહોળી હોય છે. જે અમદાવાદથી ગાંધીનગરના રૂટ પર ચાલે છે.

English summary
Bus burned at Ahmedabad-Gandhinagar road, no one injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X