For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં પેટા ચૂંટણી માટેનું જાહેરનામુ આજે જાહેર

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 20 ઓગસ્ટ : ગુજરાતમાં ફરી એકવાર કસોટી અને વર્ચસ્વ સાબિત કરવાની ઘડી આવી ચૂકી છે. આજે ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની વડોદરા લોકસભા બેઠક અને રાજ્યની વિધાનસભાની નવ બેઠકો માટેની પેટાચૂંટણી માટેનુ જાહેરનામુ જાહેર કરાયું છે. આ સાથે જ રાજ્યના મુખ્યપ્રધાન અને ભાજપના અગ્રણી નેતા આનંદીબેન પટેલ માટે કસોટીકાળ શરૂ થઇ ચૂક્યો છે. આ સંદર્ભમાં સૌ પ્રથમ ઉમેદવારોના નામ નક્કી કરવાની મથામણ શરૂ થઇ ચૂકી છે.

રાજ્યમાં પેટા ચૂંટણીનું જાહેરનામુ બહાર પડાતા જ ચૂંટણી પ્રકિયા વિધીવત રીતે શરૂઆત થઇ છે. આજથી શરૂ થયેલી ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 27 ઓગસ્‍ટ છે. 28 ઓગસ્ટે ઉમેદવારીપત્રની ચકાસણી થશે. કોઇ ઉમેદવાર પોતાનો નિર્ણય બદલે તો 30મી ઓગસ્ટ સુધીમાં ઉમેદવારીપત્ર પાછું ખેંચી શકશે. ત્યાર બાદ ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલશે. આવતા મહિને 13 સપ્‍ટેમ્‍બરના રોજ મતદાન યોજાશે. ત્યાર બાદ 16મી સપ્‍ટેમ્‍બરના રોજ મતગણતરી યોજાશે. 19 સપ્‍ટેમ્‍બર પહેલા તમામ ચૂંટણી પ્રક્રિયાને પૂર્ણ કરી લેવામાં આવશે.

vote-2

લોકસભા ચૂંટણી 2014માં વડોદરા અને વારાણસી બંને બેઠકો પરથી જંગી મતો સાથે જીત મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ગુજરાતમાં વડોદરા બેઠક ખાલી કરી હતી અને વારાણસીની બેઠક જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. આ કારણે વડોદરા બેઠક ખાલી પડી હતી અને તેના પર પેટા ચૂંટણી યોજાશે.

ગુજરાતમાં લોકસભાની એક અને વિધાનસભાની નવ બેઠકોની પેટાચૂંટણી એક જ દિવસ 13 સપ્ટેમ્બરે યોજાશે. ગુજરાત વિધાનસભાને જે બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે તેમાં ડિસા, મણિનગર, ટંકારા, ખંભાળિયા, માંગરોળ, તળાજા, આણંદ, માતર અને લિમખેડા (એસટી) બેઠકનો સમાવેશ થાય છે.

ચૂંટણી ઇલેક્‍ટ્રોનિક વોટિંગ મશીન મારફતે યોજશે. લોકસભાની એક અને વિધાનસભાની નવ બેઠકોની પેટાચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત થવાની સાથે જ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. સત્તાના પ્રથમ થોડાક મહિનામાં જ મુખ્‍યપ્રધાન આનંદીબેન પટેલે મહિલા સશક્‍તિકરણ, ટોયલેટના નિર્માણ સહિતના મુદ્દાઓ ઉઠાવ્‍યા છે. નરેન્‍દ્ર મોદીના નેતળત્‍વ હેઠળ ભાજપે ગુજરાતમાં 2001 બાદથી સતત શાનદાર જીત મેળવી છે.

ભાજપને આશા છે કે લોકો પ્રથમ મહિલા મુખ્‍યમંત્રી હેઠળ પણ શાનદાર જીત મેળવશે. બીજી તરફ મોદી હવે ગુજરાતમાં નથી, જેથી પાર્ટીને ફરી બેઠી કરવા માટે કોંગ્રેસે કમર કસી લીધી છે. કોંગ્રેસના નેતાઓ આ પેટાચૂંટણીને ખુબ મહત્‍વપૂર્ણ ગણી રહ્યા છે. મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલની સાથે ગુજરાતમાં નામશેષ થયેલી કોંગ્રેસ માટે આ ચૂંટણી પડકાર સમાન છે.

English summary
Bye elections Notification declared in Gujarat today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X