For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના યોગદાનથી ભારત-કેનેડાના સંબંધો વધુ સુદ્રઢ બનશે : સ્ટીફન હાર્પર

|
Google Oneindia Gujarati News

stephen-harper
ગાંધીનગર, 12 જાન્યુઆરી : કેનેડાના વડાપ્રધાન સ્ટીફન હાર્પર (Mr.Stephen Harper)એ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2013 (VGGIS 2013)ની અભૂતપૂર્વ સફળતા માટે અભિનંદન આપતો પત્ર પાઠવ્યો છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પાર્ટનર કન્ટ્રી તરીકે કેનેડા સહભાગી બન્યું છે, અને સમિટમાં ભાગ લેવા આવનારા સહુને ઉષ્માભરી શુભેચ્છા આ પત્ર દ્વારા પાઠવી છે. કેનેડાના વડાપ્રધાને ભારત સાથેના સંબંધો વધુ સુદ્રઢ અને વૈવિધ્યપૂર્ણ બનાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે "વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા ગુજરાતે પરસ્પર વાણિજ્યિક સંબંધો અને બંને વચ્ચે પ્રજાકીય સંબંધોનો સેતુ મજબૂત બનાવવા એક અદભુત અવસર પૂરો પાડ્યો છે."

ગુજરાતને તેના ઉદ્યોગ સાહસિકતાના વિશ્વ પ્રતિષ્ઠા પ્રપ્ત મિજાજ અને ભારતના ઉત્તમ પ્રગતિશીલ અને ઔદ્યોગિક રાજ્ય ગણાવતા કેનેડાના પ્રધાન મંત્રીએ જણાવ્યું છે કે "કેનેડા માટે ગુજરાત મહત્વનું ભાગીદાર છે, એનું કારણ એ પણ છે કે ગુજરાતનો ભૂ-ભાગ વ્યૂહાત્મક લાભ ધરાવે છે, ગુજરાત પાસે સુદ્રઢ આર્થિક વિશ્વસનિયતા છે અને બહુભાષી કૌશલ્ય-ક્ષમતા ધરાવતી કાર્યશક્તિ છે."

કેનેડાએ અમદાવાદમાં ટ્રેડ ઓફિસ શરૂ કરેલી છે, અને તેના કારણે ગુજરાત અને કેનેડાની જનતા વચ્ચે વેપાર વાણીજ્યની નવી તકો વિકસાવવામાં સહાયરૂપ બનશે. કેનેડાની સરકાર વતી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં સ્ટીફન હાર્પરે કેનેડા - ભારતના સંબંધો વધુ મજબૂત બનાવવામાં આપેલા યોગદાનની પ્રશંસા કરી છે, અને ગ્લોબલ સમિટની ઉર્ધ્વગામી ફળશ્રૃતિની શુભેચ્છા વ્યક્ત કરી છે.

English summary
Canadian PM gave best wishes to Narendra Modi for VGGIS 2013.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X