કેનેડાના વડાપ્રધાન ટુડોએ લીધી અક્ષરધામ અને ગાંધી આશ્રમની મુલાકાત

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

કેનેડાના વડાપ્રધાન ટુડો બપોરે આઇઆઇએમના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધશે. વડાપર્ધાન ટુડો એક દિવસની ગુજરાત મુલાકાતે છે ત્યારે તેમણે ગાંધીનગર અક્ષરધામની મુલાકાત લીધી હતી. તેમજ ગાંધી આશ્રમની પણ મુલાકાત લીધી હતી. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તેમની ભારત મુલાકાત ના ભાગરૂપે આજે એક દિવસની ગુજરાત મુલાકાતે છે. આજે સવારે ટ્રુડો અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા, જ્યાંથી સીધા તેઓ સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા.

justin trudeau

પત્ની અને બાળકો સાથે જસ્ટિન ટ્રુડો ભારતીય પોષાકમાં સજ્જ હતાં ગાંધીઆશ્રમની મુલાકાત બાદ જસ્ટિન ટ્રુડો ગાંધીનગર ખાતે આવેલા અક્ષરધામની મુલાકાત લેશે. જે બાદ તેઓ બપોરે 12.15થી અમદાવાદની હયાત હોટેલમાં રોકાણ કરશે અને ત્યાંજ લંચ લેશે. 2.45 કલાકે અમદાવાદ આઇઆઇએમની મુલાકાત લઇ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ બેઠક યોજશે. સાબરમતી આશ્રમ ખાતે વિઝીટર્સ બુકમાં તેમણે આશ્રમને શાંતિ આપનારી જગ્યા તરીકે ઉલ્લેખ કર્યો હતો. તો ગાંધીનગર અક્ષરધામ જોઇને તેઓ અભિભૂત થઈ ગયા હતા.

તેમના માટે લંચમાં કેનેડિયન તેમજ ગુજરાતી વાનગીઓનું કોમ્બિનેશન રાખવામાં આવ્યું હતું સાંજના સમયે તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરશે

English summary
Canadian pm justin trudeau visited akshardham temple Ahmedabad

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.