For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતનું જાતિવાદ મોડેલ, જાતિસૂચક શબ્દોથી અપમાન, બળાત્કારના પ્રયાસ બાદ સગીરાને છરીના ઘા ઝીંક્યા

પાટણના એક ગામમાં સવારે 10:30 કલાકે 15 વર્ષની દલિત સગીરા શાળાએ જઇ રહી હતી, તે સમયે ગામના ઠાકોર સમાજના છોકરાએ સગીરાને તેની જાતિ વિષયક શબ્દ બોલીને અપમાનિત કરી હતી.

|
Google Oneindia Gujarati News

Gujarat Casteism Model : 22 જુલાઇ, 2022 ના રોજ પાટણના એક ગામમાં સવારે 10:30 કલાકે 15 વર્ષની દલિત સગીરા શાળાએ જઇ રહી હતી, તે સમયે ગામના ઠાકોર સમાજના છોકરાએ સગીરાને તેની જાતિ વિષયક શબ્દ બોલીને અપમાનિત કરી હતી અને તેની સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કરવા માટે સગીરાને પોતાની તરફ ખેંચી હતી.

dalit

જ્યારે વાત પોતાની ઈજ્જત પર આવી ત્યારે સગીરાએ બૂમો પાડવાનું શરૂ કર્યું હતું, જે બાદ ઠાકોર સમાજના છોકરાએ તેની પીઠ પાછળ તિક્ષ્ણ છરીના ઘા ઝીંક્યા હતા. આ સાથે આ છોકરાએ સગીરાના પેટમાં જોર જોર થી લાતો મારીને ભાગી ગયો હતો. જો ગામના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ભારતીય દલિત પેન્થર, ગુજરાતના પ્રમુખ રાહુલ પરમારે જણાવ્યું હતું કે, એફ.આઈ.આર.ની કોપી ગઈ કાલે રાત્રે મારી પાસે આવી હતી જે આઈ.પી.સી કલમ એફ.આઈ.આર.માં ઉમેરવી જોઈએ તે પોલીસ અધિકારીઓએ ઉમેરી નથી,જાણવા મળ્યું છે કે રાજકીય દબાણને કારણે આઈ.પી.સી.ની જે કલમો મુકવી જોઈએ તે કલમ મુકવામાં આવી નથી.

ગાંધીના ગુજરાતમાં આજે પણ જાહેરમાં દારૂનું વેચાણ

ગાંધીના ગુજરાતમાં આજે પણ જાહેરમાં દારૂનું વેચાણ

રાહુલ પરમારે જણાવ્યું હતું કે, ભલે 27 વર્ષથી ગુજરાત માં ભાજપની સરકાર નું શાસન હોય પરંતુ આ જે ઘટન બની છે તે કોંગ્રેસનાવિધાનસભા વિસ્તારના વહાણા ગામ આવેલું છે જેમાં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ચંદનજી તલાજી ઠાકોર ના વિસ્તાર માં આ ઘટના બનીછે. એટલે ધારાસભ્ય પણ ઠાકોર સમાજના છે અને ગામના સરપંચ પણ ઠાકોર છે આરોપી પણ ઠાકોર સમાજનો છે. આરોપીની માતાકોયટા ગામમાં દારૂનો મોટો અડ્ડો ચલાવે છે એટલે કે ગાંધીના ગુજરાતમાં આજે પણ જાહેરમાં દારૂનું વેચાણ થાય છે.

રાહુલ પરમારે જણાવ્યું હતું કે, ભાજપ હોય કે કોંગ્રેસ દલિતો પરના અત્યાચારો ઓછા થવાના નથી અને ખાસ તો દલિત સમાજે પણ સમજવુંબાકી રહ્યું કે ભાજપ કોંગ્રેસ કે અન્ય નવી બની બેઠેલી રાજકીય પાર્ટીઓ જો કદાચ સત્તામાં આવે તો પણ દલિતોના ઘરના નળિયા સોનાનાથઈ જવાના નથી.

ભારતીય દલિત પેંથર તમારી સાથે, ડરવાની જરૂર નથી

ભારતીય દલિત પેંથર તમારી સાથે, ડરવાની જરૂર નથી

રાહુલ પરમારે જણાવ્યું હતું કે, આજે ભારતીય દલિત પેંથરના પદાધિકારીઓ ભારતીય દલિત પેંથરના ગુજરાત પ્રદેશ પ્રમુખ રાહુલ પરમાર,મહામંત્રી કૃણાલ સોલંકી, અમદાવાદ શહેર પ્રમુખ જયેશભાઈ પરમાર, ભરતભાઈ સોલંકી, ભાવિકભાઈ રામકર અને ભારતીય દલિત પેંથરનીટીમ પાટણ જિલ્લા ધારપુર સિવિલ હોસ્પિટલમાં બહેનની મુલાકાત લીધી અને મે પરિવારને ખાતરી આપી કે ભારતીય દલિત પેંથર તમારીસાથે ઉભું છે, ડરવાની જરૂર નથી અમે તમારી સાથે છીએ.

પરિવારનું નિવેદન લેવાયું

પરિવારનું નિવેદન લેવાયું

રાહુલ પરમારે જણાવ્યું હતું કે, મેં ડી.વાય.એસ.પી સાથે ફોન પર વાત કરી છે અને તેમણે મને આશ્વાસન આપ્યું છે કે, રાહુલભાઈ કાર્યવાહીયોગ્ય અને નિષ્પક્ષ રીતે થશે, સામાજિક કાર્યકર નરેન્દ્રભાઈ જેઓ છેલ્લા બે દિવસથી બહેનના પરિવાર સાથે છે, તેમણે રાત્રે મને ફોન પરજણાવ્યું કે, પરિવારનું નિવેદન બરાબર પૂર્ણ થઇ ગયુ છે.

જાતિવાદની અન્ય મુખ્ય ઘટનાઓ

જાતિવાદની અન્ય મુખ્ય ઘટનાઓ

21 જાન્યુઆરી, 2022 : ખેડા તાલુકાના વડાલા ગામના રહેવાસી બિપિન વણકરે ખેડા ટાઉન પોલીસમાં કરેલી એફઆઈઆરમાં જણાવ્યું હતુંકે, ફરિયાદી જ્યારે ઠાકોરવાસમાંથી પસાર થતો હતો ત્યારે તે જ ગામના હિતેશ ઠાકોર, રોહિત ઠાકોર, રાહુલ ઠાકોર અને સંજય ઠાકોરે તેનાપર હુમલો કર્યો હતો. તે સમયે ફરિયાદી તેની પુત્રી સાથે મોટરસાયકલ પર બેસીને પસાર થઇ રહ્યા હતા.

7 જાન્યુઆરી, 2022 : જૂનાગઢ જિલ્લાના એક ગામમાં પોલીસની દેખરેખ હેઠળ દલિતો મંદિરમાં પ્રવેશ્યા હતા, જ્યારે કેટલાક જાતિવાદીમાનસિકતા ધરાવતા લોકોએ મંદિર પરિસરમાં દલિતોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા પોસ્ટર્સ લગાવ્યા હતા.

1 નવેમ્બર 2021 : સુરેન્દ્રનગર જિલ્લાની 50 વર્ષીય સરકારી શાળાના શિક્ષકને રોજ 150 કિમીનો પ્રવાસ કરીને શાળા અને ઘરે પાછાજવાની ફરજ પડે છે. જેનું કારણ એ છે કે તેઓ વાલ્મિકી સમુદાયમાંથી આવે છે, જેને અનુસૂચિત જાતિ (SC) તરીકે વર્ગીકૃત કરવામાંઆવ્યો છે, અને તે ગામની પંચાયતે જ્યાં તે શિક્ષક તરીકે પોસ્ટેડ છે, તેમણે સત્તાવાર રીતે જણાવ્યું છે કે, તેમને સ્થાનિક રીતે ઘર મળીશકતું નથી કારણ કે, ગામમાં વાલ્મિકી આવાસની વસાહત નથી.

22 ફેબ્રુઆરી, 2020 : રાજકોટના ઉપલેટાની શાળામાં દલિત વિદ્યાર્થી પ્રત્યે જાતિગત ભેદભાવની ઘટના સામે આવી છે. શાળાના શિક્ષક દ્વારાદલિત વિદ્યાર્થીઓ સાથે જાતીય ભેદભાવ રાખવાનો આરોપ લાગ્યો છે. શિક્ષક દ્વારા જાત-પાતને લઇ માસુમ બાળકીઓનુ અપમાન કરવામાંઆવ્યું હતું.

1 સપ્ટેમ્બર, 2019 : સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા કન્હૈયાલાલ બરૈયાએ શાળાનાં આચાર્ય મનસંગ રાઠોડ વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાંફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં કન્હૈયાલાલે જણાવ્યું છે કે, આચાર્યએ સ્કૂલમાં બે ઘડા રાખ્યા હતા.

એક તેમના પોતાનાં માટે કારણ કે, તેઓ વાલ્મિકી સમાજના છે અને બીજો ઘડો ત્રણ શિક્ષકો માટે કે જેઓ કોળી, પટેલ અને દરબારસમુદાયમાંથી આવે છે. જ્યારે રાઠોડને ખબર પડી કે, તેમણે ઉચ્ચ જાતિના શિક્ષકો માટે રાખેલા ઘડામાંથી પાણી પીધું છે તો 3 જુલાઈનાં રોજબારૈયાને નોટિસ આપી દીધી હતી. નોટિસમાં જણાવ્યું હતું કે, ઉચ્ચ જાતિના શિક્ષકોના ઘડામાંથી પાણી ન પીવામાં આવે.

જે બાદ 14 ઓગસ્ટના રોજ આ કેસમાં બારૈયા દ્વારા FIR નોંધાવવામાં આવી હતી, જેનાં બે અઠવાડિયા બાદ બારૈયાની બીજી શાળામાંબદલી કરી દેવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ મામલે આચાર્ય મનસંગ રાઠોડને પૂછવામાં આવતા તેમણેજણાવ્યું કે, વિદ્યાર્થીઓનાં હિતમાં તેઓ અત્યારે કાંઈ પણ બોલવા તૈયાર નથી.

2019 માં દલિત અત્યાચારના કેસ

2019માં અત્યાચારના 1,500 કેસ નોંધાયા સાથે રાજ્યમાં જાતિ આધારિત હિંસાની અસર દલિતો પર હોય તેવું લાગે છે. જેમાં 32 હત્યાનાકેસ, 81 હુમલા અને 97 બળાત્કારના કેસનો સમાવેશ થાય છે. આ દર્શાવે છે કે, ગયા વર્ષે અત્યાચારના સરેરાશ પાંચ કેસ નોંધાયા હતા.

2001 અને 2019 વચ્ચેના આંકડાઓ 2018 સુધી કેસમાં વધારો સૂચવે છે. 2019માં 2018 કરતા 45 કેસમાં નજીવો ઘટાડો થયો હતો, જોકે,2019 માં રાજ્યમાં ઉચ્ચ જાતિના લોકો દ્વારા મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં લગ્ન સરઘસમાં ત્રણ દલિત યુવાનોને ઘોડા પરસવારી કરતા રોકવામાં આવ્યા હતા. તાજેતરમાં બનાસકાંઠાના પાલનપુર શહેરમાં એક દલિત યુવકને તેના લગ્નમાં ઘોડા પર સવારી કરવાબદલ માર મારવામાં આવ્યો હતો.

2019માં અમદાવાદમાં સૌથી વધુ 164 કેસ નોંધાયા હતા અને ત્યારબાદ જૂનાગઢમાં 102 કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં છ હત્યા, 16દલિત મહિલાઓ પર બળાત્કારના અને 10 ગંભીર ઈજાના કેસ નોંધાયા છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ 'હેલ્લારો'ના દિગ્દર્શક જે પોતેદલિત છે, તેની સામે 2019માં અત્યાચાર અધિનિયમ લાગુ કરવા માટે પોલીસે મૂર્ખતા કરી હતી.

નાગરિક અધિકાર કાર્યકર્તા કૌશિક પરમારે ગુજરાત DGP ઓફિસમાં દાખલ કરેલી RTI અરજીમાંથી આ આંકડાઓ મેળવવામાં આવ્યાછે.

કૌશિક પરમારે જણાવ્યું હતું કે, દલિતોને સમાજમાં હજૂ પણ સમાન વ્યવહાર આપવામાં આવતો ન હોવાથી કેસ વધ્યા છે.

2018 માં દલિત અત્યાચારના કેસ

રાજ્યમાં 2003 થી 2018 ની વચ્ચે નોંધાયેલા કેસોની સંખ્યામાં 72 ટકાનો વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ 15 વર્ષોમાંથી 11વર્ષોમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા ( 2003 થી 2014). 2018માં અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989હેઠળ 1,545 જેટલા કેસ નોંધાયા હતા, જ્યારે 2003માં રાજ્યભરમાં નોંધાયેલા 897 કેસ હતા. કેસમાં થયેલા આ વધારાની સામેઅત્યાચારના કેસમાં દોષિત ઠરાવાનો દર નજીવો છે. 2014-2016 ના ત્રણ વર્ષમાં 5 ટકા કરતાં વધુ જ્યાં આંકડા ઉપલબ્ધ છે.

આનાથી રાજ્યમાં દલિતો અને આદિવાસીઓ સામે હિંસા આચરનારાઓને ખરેખર પ્રોત્સાહન મળ્યું છે, એમ ગુજરાતના વડગામના અપક્ષધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું. મેવાણી રાજ્યમાં અનુસૂચિત જાતિ (SCs) અને અનુસૂચિત જનજાતિ (ST) ના અધિકારો માટેઊભા રહેલા મજબૂત દલિત અવાજ તરીકે ઉભરી આવ્યા છે.

જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, દેશભરમાં દલિતો અને આદિવાસીઓ પર અત્યાચાર વધી રહ્યા છે. એસસી અને એસટી સામેના ગુનામાંવધારો થવાનું મુખ્ય કારણ સતત કૃષિ સંકટ અને આર્થિક સંકડામણ છે. જ્યાં લોકો પોતાનો ગુસ્સો દલિતો અને આદિવાસીઓ તરફ ઠાલવીરહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના જોડાણથી જાતિવાદી માનસિકતાની વિચારધારા મજબૂતથઈ છે. તેઓ ચંદ્રશેખર આઝાદ અને મારા જેવા યુવા દલિત નેતાઓના ઉદયને દલિત આક્રમકતા તરીકે જુએ છે.

અમદાવાદ જિલ્લાની અડધાથી પણ ઓછી વસ્તી ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં 2001-2017ના સમયગાળામાં અત્યાચારના લગભગ 60ટકા વધુ કેસ નોંધાયા છે. તેવી જ રીતે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં જૂનાગઢ અને સુરેન્દ્રનગર બંનેમાં અમદાવાદ જિલ્લાની વસ્તી એકચતુર્થાંશ કરતાં પણ ઓછી છે અને તે જ સમયગાળામાં અમદાવાદ જિલ્લા કરતાં 24 ટકા અને 17 ટકા વધુ કેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ અનેક કિસ્સા બન્યા છે. જેની ફરિયાદ કર્યા બાદ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો દ્વારા ગામડામાંરહેતા દલિતોનો બહિષ્કાર કરવામાં આવે છે, જેમાં તેમને રોજબરોજનો સામાન તથા રોજગારી જેવી જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓ માટેવલખા મારવા માટે મજબુર કરવામાં આવે છે. જે કારણે ગામડાઓમાં જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનો વિરોધ કરતા દલિત લોકો ડરેછે.

English summary
Casteism in Gujarat : Insults with cast base bad word words, minor stabbed after atempting rape
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X