કંડલા પોર્ટને PPP ધોરણે વિકસાવવા કેન્દ્ર સરકારની મંજુરી, બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર ધોરણે વિકસાવાશે!
પીએમ મોદીની અધ્યક્ષતમાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ કંડલા પોર્ટ પર તુણા-ટેકરી ખાતે જાહેર-ખાનગી ભાગીદારી હસ્તક બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફરમાધ્યમથી કન્ટેનર ટર્મિનલ વિકસિત કરવાની મંજૂરી આપી છે.
કંડલા : પીએમ મોદીની અધ્યક્ષતમાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ કંડલા પોર્ટ પર તુણા-ટેકરી ખાતે જાહેર-ખાનગી ભાગીદારી હસ્તક બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફરમાધ્યમથી કન્ટેનર ટર્મિનલ વિકસિત કરવાની મંજૂરી આપી છે. આ માટે સંભવિત 4,243.64 કરોડનો ખર્ચ કન્સેશનિયરના ભાગે રહેશે. જ્યારે સામાન્ય યુઝર સુવિધાઓનો 296.20 કરોડનો ખર્ચો કન્સેશનિંગ ઓથોરિટીના ભાગે રહેશે.

આ પ્રોજેક્ટ શરૂ થવાથી ભવિષ્યમાં કન્ટેનર કાર્ગો ટ્રાફિકમાં થતી વૃદ્ધિમાં તે સહાયતા પૂરી પાડશે. 2025 સુધીમાં 1.88 મિલિયન TEUs નો નેટ ગેપ ઉપલબ્ધ થશે, જે તુણા ટેકરી દ્વારા પૂરો કરી શકાય છે. તુણા ખાતે અત્યાધુનિક કન્ટેનર ટર્મિનલનો વિકાસ થવાથી વ્યૂહાત્મક લાભ થશે.
આ એક બંધ કન્ટેનર ટર્મિનલ હશે, જે ઉત્તર ભારતના વિસ્તારો જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના મોટા અંતરિયાળ વિસ્તારોમાં સેવા આપશે. કંડલાની વ્યાપારિક ક્ષમતામાં વધારો કરવા ઉપરાંત આ પ્રોજેક્ટ અર્થતંત્રને વેગ આપશે અને રોજગારીનું સર્જન કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ૧૬૦૦ કિલોમીટર લાંબો વ્યૂહાત્મક સમુદ્ર કિનારો ધરાવતું ગુજરાત દેશના કુલ કાર્ગો હેન્ડલીંગમાં ૪૦ ટકાનું યોગદાન આપે છે. હવે, દીનદયાળ પોર્ટના આ નવતર વિકાસ માટે કેન્દ્રીય કેબિનેટની મળેલી મંજૂરીના પરિણામે ગુજરાત દરિયાઇ માર્ગે વેપાર માટે અન્ય રાજ્યો માટે મહત્વપૂર્ણ રાજ્ય બનશે. પી.એમ. ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનમાં પણ ગુજરાત વધુ સક્રિયતાથી યોગદાન આપી શકશે.
આ પ્રસ્તાવિત પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા મારફતે ખાનગી ડેવલપર/બિલ્ડ ઓપરેટ એન્ડ ટ્રાન્સફર (BOT) ઓપરેટર દ્વારા BOT ધોરણે વિકસાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. 30 વર્ષના સમયગાળા સુધી નિયુક્ત કાર્ગો સંચાલન માટે કન્સેશનર (BOT ઓપરેટર) અને કન્સેશન ઓથોરિટી (દીનદયાળ પોર્ટ) દ્વારા અમલ કરાયેલ કન્સેશન એગ્રીમેન્ટ (CA) હેઠળ પ્રોજેક્ટની ડિઝાઇન, એન્જિનિયરિંગ, ધિરાણ, પ્રાપ્તિ, અમલીકરણ, તેમજ સંચાલન અને જાળવણી માટે કન્સેશનર જવાબદાર રહેશે. કન્સેશનિંગ ઓથોરિટી કોમન એક્સેસ ચેનલ અને કોમન રોડ જેવા કોમન સહાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જવાબદાર રહેશે.
આ પ્રોજેક્ટમાં 4,243.64 કરોડના ખર્ચે સંલગ્ન સુવિધાઓ સાથે એક સમયે ત્રણ જહાજોને હેન્ડલ કરવા માટે ઑફ-શોર બર્થિંગ સ્ટ્રક્ચરનું નિર્માણ અને વાર્ષિક 2.19 મિલિયન TEUs ની હેન્ડલિંગ ક્ષમતાનો સમાવેશ થાય છે.
શરૂઆતમાં આ પ્રોજેક્ટ 6000 TEUના 14 m ડ્રાફ્ટના જહાજોને સુવિધા પૂરી પાડશે અને તેના માટે 15.50mની ક્ષમતાની કોમન ચેનલ બનાવવામાં આવશે, જે ચોવીસ કલાક સુધી 14m ડ્રાફ્ટના જહાજોને નેવિગેટ કરશે. તેનું નિર્માણ અને સંચાલન ક્ન્સેશનિંગ ઓથોરિટી દ્વારા કરવામાં આવશે. કન્સેશન પીરિયડ દરમિયાન કન્સેશનર પાસે 18mની ડ્રાફ્ટ સુધીના જહાજોને હેન્ડલ કરવાની સ્વતંત્રતા હશે. તેના માટે તેઓ અપ્રોચ ચેનલને ઉંડીં, પહોળી કે બર્થ પોકેટ અથવા તો ગોળાકાર કરી શકે છે. ડ્રાફ્ટ વધારવાની દરખાસ્ત સમયે એક્સેસ ચેનલને કન્સેશનિંગ ઓથોરિટી અને કન્સેશનર વચ્ચે ખર્ચની ભાગીદારી કરીને પરસ્પર કરારના આધારે વધારી શકાય છે.
કંડલા પોર્ટ ભારતના 12 મેજર પોર્ટ પૈકી એક છે, જે ગુજરાતના કચ્છ જિલ્લાના કંડલા ખાતે છે. આ પોર્ટ પરથી મુખ્યત્વે ઉત્તર ભારત જમ્મુ કાશ્મીર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સેવાઓ પહોંચે છે. ભારતના મુખ્ય બંદરોમાં કાર્ગો હેન્ડલીંગમાં સતત 15મા વર્ષે કંડલા પોર્ટ પ્રથમ સ્થાને છે. કંડલાની વર્તમાન કાર્ગો હેન્ડલીંગ ક્ષમતા 165 MTPAની છે અને 2030 સુધીમાં 300 મિલિયન ટન કાર્ગોની ક્ષમતા ધરાવતા મેજર પોર્ટ નિર્માણનું મેરીટાઇમ ઇન્ડિયા વિઝન 2030 સાકાર થવાની દિશામાં આ નિર્ણય મહત્વપૂર્ણ બનશે.
-
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત












Click it and Unblock the Notifications
