For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચંદીગઢ એરપોર્ટનું નામ બદલીને શહીદ ભગતસિંહ કરાયું, પંજાબ CM માને PM મોદીનો માન્યો આભાર

ચંદીગઢ એરપોર્ટનું નામ શહીદ ભગત સિંહના નામ પર રાખવામાં આવશે. રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'ના 93મા એપિસોડમાં દેશની જનતાની સામે આની જાહેરાત કરી હતી.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢ, 25 સપ્ટેમ્બર : ચંદીગઢ એરપોર્ટનું નામ શહીદ ભગત સિંહના નામ પર રાખવામાં આવશે. રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'ના 93મા એપિસોડમાં દેશની જનતાની સામે આની જાહેરાત કરી હતી. જેના પર હવે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વડાપ્રધાન મોદીનો તેમના નિર્ણય માટે આભાર માન્યો છે.

શહીદ ભગત સિંહના નામ પર રાખવામાં આવશે નામ

શહીદ ભગત સિંહના નામ પર રાખવામાં આવશે નામ

વાસ્તવમાં રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' ને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, 28 સપ્ટેમ્બરના રોજ અમૃત મહોત્સવનો ખાસ દિવસ આવી રહ્યો છે. આ દિવસે આપણે ભારત માતાના બહાદુર પુત્ર ભગતસિંહજીની જન્મજયંતિ મનાવીશું. અમે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ચંદીગઢ એરપોર્ટનું નામ હવે શહીદ ભગત સિંહના નામ પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી.

ઉડ્ડયન મંત્રી દુષ્યંત ચૌટાલા સાથે વાત કરી

ઉડ્ડયન મંત્રી દુષ્યંત ચૌટાલા સાથે વાત કરી

વડાપ્રધાન મોદીની આ જાહેરાત બાદ હવે અમદાવાદથી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પ્રતિક્રિયા સામે આવી છે.

વડાપ્રધાન મોદીનો આભાર માનતા તેમણે કહ્યું કે, તેમણે હરિયાણાના ઉડ્ડયન મંત્રી દુષ્યંત ચૌટાલા સાથે વાત કરી હતી, ત્યારબાદ સમજૂતી થઈ હતી. મેં શહીદ ભગત સિંહના જન્મદિવસ પહેલા 28 સપ્ટેમ્બરના રોજ ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખીને મોહાલી-ચંદીગઢ એરપોર્ટનું નામ શહીદ ભગતસિંહના નામ પર રાખવાનું કહ્યું હતું. મને ખુશી છે કે, વડાપ્રધાને આ વાતની જાહેરાત કરી. હું તેમનો આભાર માનું છું.

હંગામી કાર્યકરો અને યુવાનો સાથે વાતચીત કરશે

હંગામી કાર્યકરો અને યુવાનો સાથે વાતચીત કરશે

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે ભગવંત માન સાથે AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ અમદાવાદનીમુલાકાતે છે, જ્યાં બંને નેતાઓ સફાઈ કામદારો, હંગામી કાર્યકરો અને યુવાનો સાથે વાતચીત કરશે.

English summary
Chandigarh Airport renamed as Shaheed Bhagat Singh, Punjab CM thanks PM Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X