For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણઃ રૂપાણી-મંગુભાઈ કેબિનેટમાં, સોલંકીની રિ-એન્ટ્રી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 19 નવેમ્બરઃ રાજ્યના મુંખ્યમંત્રી આનંદીબેન પટેલના 6 મહિના જુના મંત્રીમંડળનું પ્રથમ વિસ્તરણ આજે કરવામાં આવ્યું છે. રાજભવનના પ્રાંગણમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં મંગુભાઇ પટેલ, વિજય રૂપાણીએ કેબિનેટ કક્ષાના શપથ ગ્રહણ કર્યા હતા, જ્યારે પુરષોત્તમ સોલંકી તથા જશા બારડે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. શપથ ગ્રહણ કરનારા મંત્રીઓને બપોર સુધીમાં ખાતાની ફાળવણી કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

Chief-Minister-Anandiben-Patel-today-expanded-her-cabinet
વજુભાઇ વાળાને કર્ણાટકના ગર્વનર બનાવવામા આવ્યા બાદ રાજકોટ પશ્ચિમની બેઠક ખાલી રહી હતી, જેના પર થયેલી પેટા ચૂંટણીમાં વિજય રૂપાણી ચૂંટાયા હતા. તેમનું નામ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં જ હતું. બીજી તરફ કેબિનેટ મંત્રી ગણપત વસાવાને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવતા કેબિનેટમાં આદીવાસી સમાજનું નેતૃત્વ નહીં હોવાથી મંગુભાઇ પટેલનો કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યા છે. મંગુભાઇ પટેલે મંત્રી પદે શપથ ગ્રહણ કરતા પૂર્વે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું.

એવું પણ જાણવા મળી રહ્યું છેકે, કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરી રહેલા અને આનંદીબેન પટેલના પ્રથમ મંત્રીમંડળ દરમિયાન પડતાં મુકવામાં આવેલા પુરષોત્તમ સોલંકીએ આ પહેલા પોતાના ભાઈના સ્થાને તેમને મંત્રી બનાવવામાં આવે તેવો આગ્રહ રાખ્યો હતો, આ અંગે ઉભી થયેલી મડાગાંઠને ઉકેલવા માટે મોડી રાત સુધી પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ તથા અન્ય નેતાઓ દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીના કેબિનેટ કક્ષાના મંત્રીઓ પર એક નજર

  • નીતિનભાઇ પટેલઃ આરોગ્‍ય, તબીબી શિક્ષણ, પરિવાર કલ્‍યાણ, માર્ગ અને મકાન, પાટનગર યોજના, વાહન વ્‍યવહાર.
  • રમણલાલ વોરાઃ સામાજિક ન્‍યાય અને અધિકારીતા (અનુસૂચિત જાતિઓનું કલ્‍યાણ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્‍યાણ સહિત).
  • ભુપેન્‍દ્રસિંહ મનુભા ચુડાસમાઃ શિક્ષણ (પ્રાથમિક, માધ્‍યમિક અને પ્રૌઢ), ઉચ્‍ચ અને ટેકનીકલ શિક્ષણ, અન્‍ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો, સાયન્‍સ - ટેકનોલોજી.
  • સૌરભ પટેલઃ નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ, ખાણ ખનીજ, કુટીર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, આયોજન પ્રવાસન, નાગરિક ઉડ્ડયન, શ્રમ

અને રોજગાર.

  • બાબુભાઇ બી. બોખીરીયાઃ જળ સંપત્તિ (કલ્‍પસર સિવાય) પાણી પુરવઠો, કૃષિ, સહકાર, પશુપાલન, મત્‍સ્‍યોદ્યોગ, ગૌ સંવર્ધન.

મુખ્યમંત્રીના રાજ્‍યકક્ષાના મંત્રીઓ પર એક નજર

  • દિલીપકુમાર વિરાજી ઠાકોરઃ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્‍યાણ, શ્રમ અને રોજગાર.
  • વસુબેન નરેન્‍દ્રભાઇ ત્રિવેદીઃ મહિલા અને બાળ કલ્‍યાણ(સ્‍વતંત્ર હવાલો), ઉચ્‍ચ અને ટેકનીકલ શિક્ષણ.
  • શંકરભાઇ લગધીરભાઇ ચૌધરીઃ આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ, વાહન વ્‍યવહાર, શહેરી ગૃહ નિર્માણ.
  • પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજાઃકાયદો અને ન્‍યાયતંત્ર, દેવસ્‍થાન, યાત્રાધામ વિકાસ, યાત્રાધામ વિકાસ, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતી પ્રભાગ,

પ્રોટોકોલ(તમામ સ્‍વતંત્ર હવાલો)અને વૈધાનિક અને સંસદીય બાબતો

  • છત્રસિંહ પૂંજાભાઇ મોરીઃ અન્‍ન અને નાગરિક પુરવઠા, ગ્રાહકોની બાબતો.
  • તારાચંદ જગસીભાઇ છેડાઃ કુટિર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ અને ગૌસંવર્ધન.
  • જયદ્રથસિંહજી ચંદ્રસિંહજી પરમારઃ માર્ગ અને મકાન, પાટનગર યોજના
  • રજનીકાંત સોમાભાઇ પટેલઃ ગૃહ, પોલીસ આવાસો, સ૨હદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી, આબકારી.
  • ગોવિંદભાઇ પટેલઃ કૃષિ અને પાણી પુરવઠો, વન અને પર્યાવરણ.
  • નાનુભાઇ ભગવાનભાઇ વાનાણીઃ રમત-ગમત4 યુવા સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ (સ્‍વતંત્ર હવાલો), જળસંપત્તિ(કલ્‍પસર સિવાય), શિક્ષણ (પ્રાથમિક, માધ્‍યમિક અને પ્રૌઢ).
  • જયંતિભાઇ રામજીભાઇ કવાડીયાઃ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ(તમામ સ્‍વતંત્ર હવાલો).
  • જયેશકુમાર વિઠ્ઠલભાઈ રાદડીયાઃ પ્રવાસન, નાગરિક ઉડ્ડયન.
  • બચુભાઇ મગનભાઇ ખાબડઃપશુપાલન અને મત્‍સ્યોદ્યોગ.
  • કાંતિભાઈ રેશમાભાઈ ગામીતઃ આદિજાતિ વિકાસ
English summary
Gujarat Chief Minister Anandiben Patel today expanded her cabinet by inducting four new ministers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X