મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંબાજીમાં જગતજનનીના ચરણે શીશ નમાવ્યું

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

આજે ગુજરાતનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી માતાજી નાં દર્શન માટે સપરિવાર સાથે અંબાજી પહોંચ્યા હતા. જોકે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગત્ત રાત્રી એ અંબાજી માં રાત્રી રોકાણ કર્યા બાદ આજે વહેલી સવારે અંબાજી મંદિરે પહોંચતા મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થીત બ્રાહ્મણો નાં વૈદીક મંત્રોચ્ચાર થી મુખ્યપ્રધાન વિજય રૂપાણી નું સ્વાગત કરાયુ હતુ અને ત્યાર બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમનાં ધર્મપત્ની અંજલીબેન તથા પરીવાર માતાજી નાં મંદિર માં મંગળા આરતી માં ભાગ લઇ માતાજી ની આરતી નો લ્હાવો લીધો હતો.

Vijay Rupani

આરતી પુર્ણ થયા બાદ વિજય રૂપાણી એ માતાજી ની પુજા અર્ચના કરી કપુર આરતી ઉતારી હતી. જ્યાં મંદિર ટ્રષ્ટ દ્વારા પુજારી નાં હસ્તે વિજય રૂપાણી ને માતાજી ની પ્રતિમા અર્પણ કરાઇ હતી. ત્યાર બાદ વિજય રૂપાણી પરીવાર સાથે માતાજી ની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષાપોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા.એટલુંજ નહીં અંબાજી પહોંચેલાં વિજય રૂપાણી એ અંબાજી મંદિર ઉપર 51 ગજ ની ધજા પણ ચઢાવી હતી અને અંબાજી મંદિર ને સુવર્ણ શિખર માટે 1 તોલા સોનાનું દાન પણ ટ્રસ્ટ ને કર્યુ હતુ.

જ્યા વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે જ્યાં સુધી અંબાજી માં અંબે માં બીરાજમાન છે. ત્યાં સુધી અડીખમ ગુજરાત છે. એટલુંજ નહીં ચુંટણીબાદ પ્રથમ વખત અંબાજી પહોંચેલાં સી.એમ વિજય રૂપાણી એ ગુજરાત માં શક્તિશાળી બને તે માટે માતાજી ને પ્રાથના કરી હતી.

Ambaji Temple

મુખ્યમંત્રી રૂપાણીએ સતત બીડજી વાર ગુજરાતની રાજ્ય ધૂંરા સંબાળ્યા બાદજ આજે વહેલી સવારે આદ્યશક્તિ અંબાજી માતાના દર્શન કર્યા હતા. દર્શન માટે તેઓ આગલી સાંજથી જ અંબાજી પહોંચી ગયા હાત અને વહેસી લવારે પત્ની અંજલિબહેન સાથે માતાજીના પૂજન, અર્ચન અને આરતીનો લાભ લીધો હતો.

આ તકે દર્શન બાદ બોલતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે તેમણે રાજ્યના નાગરિકોની સુખાકારી માટે માતાજીના શ્રીચરણોમાં પ્રાર્થના કરી છે. અને રાજ્યના ઉત્તરોઉત્તર વિકાસમાં દૈવી શક્તિની કૃપા અને આશિષ વરસે તે માટે પ્રાર્થના કરી હતી.

English summary
Chief Minister Vijay Rupani reach Ambaji Temple

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.