For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં બાળમજૂરીના કેસ વધ્યા, છેલ્લા 5 વર્ષમાં 1300 બાળકોને કરાયા મુક્ત

બાળમજૂરીને લઈ ગુજરાતના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં છાપામારી કરી 1300 બાળકોને બાળ મજૂરીની કેદમાંથી આઝાદ કરાવામાં આવ્યા.

|
Google Oneindia Gujarati News

બાળમજૂરીને લઈ ગુજરાતના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં છાપામારી કરી 1300 બાળકોને બાળ મજૂરીની કેદમાંથી આઝાદ કરાવામાં આવ્યા. એક રિપોર્ટ અનુસાર, રાજ્યમાં સૌથી વધુ બાળમજૂરીની ઘટનાઓ સૂકત જિલ્લામાંથી સામે આવી છે. બચાવવામાં આવેલા કુલ બાળકોમાંના 38 ટકા આ જિલ્લામાંથી મળ્યા છે.

1300 બાળકો બચાવાયા

1300 બાળકો બચાવાયા

શ્રમ વિભાગના સૂત્રોનું કહેવું છે કે, પાછલા 5 વર્ષમાં રાજ્યભરમાંથી શ્રમવિભાગે કુલ 3000 સ્થળોએ છાપામારી કરી. જેમાં અમદાવાદમાં 137, સુરતમાં 129 અને વડોદરામાં 146 સ્થળોએ રેડ પાડવામાં આવી.

14 વર્ષના નાના બાળકોથી કામ કરાવવું ગુનો

14 વર્ષના નાના બાળકોથી કામ કરાવવું ગુનો

ભારતમાં નિયમ છે કે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફેક્ટરી કે કારખાનમાં કામ કરાવી શકે નહિં. રાજ્યે પોતાની નીતિઓ એ રીતે નક્કી કરવી જોઈએ કે શ્રમિકો, પુરુષો અને સ્ત્રીઓનું આરોગ્ય સુરક્ષિત રહે અને બાળકોનું નાની ઉંમરે શોષણ ન થાય તથા તેઓ પોતાની ઉંમર અને શક્તિ અનુસાર આર્થિક જરૂરિયાતોની પૂર્તિ માટે પ્રતિકૂળ કામ ન કરે. આ કાયદો હોવા છતાં બાળકો સંસ્થાઓમાં કામ કરતા જોવા મળ્યા છે.

કયા શહેરમાંથી કેટલા બાળકો મુક્ત કરાયા

કયા શહેરમાંથી કેટલા બાળકો મુક્ત કરાયા

સુરતમાં છાપામારી દરમિયાન 490 બાળકો, અમદાવાદમાંથી 157, રાજકોટમાંથી 117 જેટલા બાળકોને અલગ અલગ સમયે છાપામારી કરી મુક્ત કરાયા છે. ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના એડિશનલ મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ કહ્યુ કે રાજ્યના હાઈવે પરના ભોજનાલયોમાં સામાન્ય રીતે મોટી સંખ્યામાં બાળ શ્રમિકોને રોજગાર માટે રાખવામાં આવે છે. આ છાપામારી પણ અહીં જ થઈ છે. સાથે જ કેટલાક બાળકો કાપડ વિભાગ ઉપરાંત કેટલાક ઘરના કામોમાં મદદ માટે રાખવામાં આવ્યા હતા.

14 વર્ષથી નાના બાળકોથી કરાવવામાં આવે છે કામ

14 વર્ષથી નાના બાળકોથી કરાવવામાં આવે છે કામ

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 2015માં બાળમજૂરીનો સફાયો કરવા માટે મોટા પાયે અભિયાન શરૂ કરાવ્યુ હતુ. ત્યાર બાદ પણ ગુજરાતમાં બાળ શ્રમિકોને રોજગારી મળે છે. ગુજરાતમાં બાળ અધિકારો માટે કામ કરનારી સંસ્થા ગંતરના સુખદેવ પટેલનું કહેવું છે કે રાજ્ય સરકારના પ્રયત્નો છતાં 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને કામે રાખવામાં આવે છે.

ગુજરાતમાં 1 લાખથી વધુ બાળમજૂર

ગુજરાતમાં 1 લાખથી વધુ બાળમજૂર

સુખદેવ પટેલનું કહેવું છે કે સરકાર દ્વારા અપાયેલા ડેટા સાચા નથી. સરકારના પ્રયત્નો છતાં ગુજરાતમાં વિવિધ સ્થાનોએ શ્રમિક રૂપે બાળકોને કામે રખાઈ રહ્યા છે. આમારા અંદાજ પ્રમાણે આખા ગુજરાતમાં એક લાખથી વધુ બાળકો કામ કરી રહ્યા છે. જ્યારે સરકાર જણાવે છે કે, તેમના દ્વારા રાજયભરમાં 2997 જગ્યાએ છાપેમારી કરાઈ અને 1269 બાળકોને બચાવાયા.

ગાંધીનગરમાંથી પણ મુક્ત કરાયા 13 બાળકો

ગાંધીનગરમાંથી પણ મુક્ત કરાયા 13 બાળકો

તેમણે કહ્યુ કે સરકારી અધિકારીઓએ સાર્વજનિક મંચો પર બોલતી વખતે દાવો કર્યો છે કે, ગુજરાતમાં બાળ શ્રમિકોનો રોજગાર ઘટી રહ્યો છે. જો કે અમને લાગે છે કે બાળ શ્રમ હજુ પણ ચાલુ છે. બાળકોને બાંધકામના કામમાં, કૌટુંબિક વ્યવસાય, કૃષિ, હોટલ, બીડી વેપારમાં હજુ પણ રોજગારી મળી રહી છે. ગુજરાતના ગાંધીનગરમાં જ્યાં રાજ્ય માટે કાયદા ઘડાય છે, ત્યાં સરકારે છાપેમારી કરી 13 બાળકોને બચાવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં મોટી દુર્ઘટના: પાણીની ટાંકી પડવાથી 2 લોકોનાં મોત

English summary
child labour in Gujarat: labour department saved 1300 children across state in last 5 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X