For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોરબંદરમાં આઈઆરબી જવાનો વચ્ચે અથડામણ, ગોળીબારમાં 2 જવાનોના મોત.

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર વચ્ચે પોરબંદરમાં મોટી બબાલના સમાચાર સામે આવ્ચા છે. મળતી વિગતો અનુસાર, પોરબંદરમાં ચૂંટણી બંદોબસ્તમાં તૈનાત આઈઆરબી જવાનો વચ્ચે કોઈ બાબતે વિવાદ થતા ગોળીબાળ થયો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

પોરબંદર : ગુજરાતમાં ચૂંટણી પ્રચાર વચ્ચે પોરબંદરમાં મોટી બબાલના સમાચાર સામે આવ્ચા છે. મળતી વિગતો અનુસાર, પોરબંદરમાં ચૂંટણી બંદોબસ્તમાં તૈનાત આઈઆરબી જવાનો વચ્ચે કોઈ બાબતે વિવાદ થતા ગોળીબાળ થયો છે. આ ઘટનામાં બે જવાનોના મોતના પણ સમાચાર છે અને બે લોકો ઘાયલ થયા છે.

Firing

આ બાબતે માહિતી આપતા પોરબંદરના કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી એએચ શર્માએ જણાવ્યુ કે, મૃત્યુ પામેલા બે જવાન મણિપુરની ઈન્ડિયા રિઝર્વ બટાલિયનનો ભાગ હતા અને ગુજરાતની ચૂંટણી ફરજ માટે તૈનાત હતા.

અહેવાલો અનુસાર, આ જવાનો પોરબંદરથી 25 કિમી દૂર ટુકડા ગોસા ગામમાં ચક્રવાત કેન્દ્રમાં રોકાયા હતા. શનિવારે સાંજે અજાણ્યા મુદ્દે એક જવાને તેની એસોલ્ટ રાઈફલથી તેના સાથીઓ પર ફાયરીંગ કર્યુ હતું. જેમ્ં બે જવાનોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા અને બે લોકો ઘાયલ થયા હતા. હાલ ઘાયલોને જામનગર ખસેડાયા છે.

અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ગુજરાતની ચૂંટણીમાં આ ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. એક તરફ જ્યાં ભાજપ 27 વર્ષથી સત્તામાં છે તો કોંગ્રેસ પણ આ વખતે ભાજપને ટક્કર આપતી જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટી પગપેસારો કરવા પ્રયાસ કરી રહી છે.

English summary
Clash between IRB personnel in Porbandar, 2 personnel killed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X