For Daily Alerts
અમદાવાદમાં મુસ્લિમોની રેલી દરમિયાન અજંપો
અમદાવાદ, 03 ઑક્ટોબરઃ ઇસ્લામ વિરોધી ફિલ્મના વિરોધમાં અમદાવાદમાં રેલી કાઢવામાં આવી હતી અને દુકાનો બંધ કરાવવામાં આવી રહી હતી. જે દરમિયાન ત્રણ દરવાજા સહિતના વિસ્તારમાં અશાંતિનો માહોલ સર્જાયો હતો. પોલીસ અને વિરોધ કરનારાઓ વચ્ચે ઘર્ષણ થતાં ટીયરગેસના સેલ છોડવામાં આવ્યાં હતા.
અમદાવાદમાં ત્રણ દરવાજા, રિલિફ રોડ સહિતના વિસ્તારોમાં ઇસ્લામ વિરોધી ફિલ્મના વિરોધમાં બંધનું એલાન જાહેર કરી દુકાનો બંધ કરાવવામાં આવી રહી હતી. જોકે અમુક વેપારીઓએ દુકાનો બંધ કરવાની ના કહેતા મામલો બિચકાયો હતો અને સ્થિતિ વણસી હતી.
જે દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણનો માહોલ સર્જાયો હતો. લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસ દ્વારા ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા. માહોલ અજંપાભરો થઇ ગયો હોવાની માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી છે.