For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાંસદ ખેલ સ્પર્ધાનો સમાપન સમારોહ સંપન્ન, જાણો CMએ શું કહ્યું?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના ટ્રાન્સ્ટેડિયા ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનો સમાપન સમારોહ સંપન્ન થયો હતો.

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના ટ્રાન્સ્ટેડિયા ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનો સમાપન સમારોહ સંપન્ન થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારની સાંસદ ખેલ સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને પારિતોષિક આપી પ્રોત્સાહિત કર્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રચનાત્મક પ્રયાસોને પરિણામે દેશના ખેલ-કૂદ ક્ષેત્રમાં ફળદાયી બદલાવ આવ્યા છે.

જીવનની ઘણી સમસ્યાઓના ઉકેલો રમતના મેદાનમાંથી મળતા હોય છે

જીવનની ઘણી સમસ્યાઓના ઉકેલો રમતના મેદાનમાંથી મળતા હોય છે

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને વેગ આપવા સાંસદ ખેલ સ્પર્ધા શરૂ કરાવી છે. ગુજરાતમાંનરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલો ખેલમહાકુંભ આજે રાષ્ટ્રીય સ્તરે ખેલો ઇન્ડિયા તરીકે પ્રસ્થાપિત થયો છે.

હવે જલેબી-ગાંઠિયા અને ઢોકળાખાનાર તરીકેની ગુજરાતીઓની છાપ ગુજરાતના રમતવીરોએ હવે ભૂંસી નાખી છે. યુવાનો મોબાઇલમાં વ્યસ્ત રહીને સમય બગાડે તેનાબદલે આવી સ્પર્ધામાં ભાગ લઇ સ્વસ્થ રહી શકે, સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધી શકેછે. જીવનની ઘણી સમસ્યાઓના ઉકેલો રમતના મેદાનમાંથીમળતા હોય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રચનાત્મક પ્રયાસોને પરિણામે દેશના ખેલ-કૂદ ક્ષેત્રમાં ફળદાયી બદલાવોઆવ્યા છે. જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સાંસદ ખેલ સ્પર્ધા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને વેગ આપવાના હેતુથી સાંસદ ખેલસ્પર્ધા શરૂ કરાવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ટ્રાન્સ્ટેડિયા ખાતે સાંસદ ખેલ સ્પર્ધાના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહી ખેલ સ્પર્ધાના વિજેતાખેલાડીઓને પારિતોષિક આપી પ્રોત્સાહિત કર્યા હતા.

અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ. કિરીટ સોલંકીના સંસદીય મતક્ષેત્રમાં આ સાંસદ ખેલસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

આ સ્પર્ધામાં 11 જેટલી વિવિધ રમતોમાં 500 થી વધુ ખેલાડીઓ-સ્પર્ધકો સહભાગી થયા હતા. એટલું જ નહીં, દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણરમતોનું આયોજન આ સ્પર્ધા અંતર્ગત કરવામાં આવ્યું હતું.

તેનું પ્રથમ ચરણ ગત 8 મે ના રોજ યોજાયું હતું અને આજે 1 જૂનના રોજ એટલેકે, શુક્રવારે દ્વિતીય ચરણમાં ફાઇનલ ટૂર્નામેન્ટ સાથે તેની પૂર્ણાહુતિ સંપન્ન થઇ હતી.

જીવનની ઘણી સમસ્યાઓના ઉકેલો રમતના મેદાનમાંથી મળે છે

જીવનની ઘણી સમસ્યાઓના ઉકેલો રમતના મેદાનમાંથી મળે છે

આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલો ખેલમહાકુંભ શુક્રવારના રોજરાષ્ટ્રીય સ્તરે ખેલો ઈન્ડિયા સ્વરૂપે પ્રસ્થાપિત થયો છે. યુવાનો મોબાઇલમાં વ્યસ્ત રહીને સમય બગાડે તેના બદલે આવી સ્પર્ધામાં ભાગ લઇસ્વસ્થ રહી શકે છે, સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધી શકે છે. જીવનની ઘણી સમસ્યાઓના ઉકેલો રમતના મેદાનમાંથી મળતા હોય છે, તેમ પણતેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, જલેબી-ગાંઠિયા અને ઢોકળા ખાનારા તરીકેની ગુજરાતીઓની છાપ ગુજરાતના રમતવીરોએ હવે ભૂંસી નાખીછે. ગત ઓલિમ્પિકમાં ગુજરાતની ૬ મહિલા ખેલાડીઓએ ભાગ લઇ ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે.

સાંસદ ખેલસ્પર્ધાની વિવિધ રમતોમાં હિસ્સો લઈને વિજેતા થનારા રમતવીરોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોત્સાહિત કર્યા હતા. ટોક્યોઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પણ ખેલાડીઓ સાથે મુલાકાત કરી તેમનો અનુભવ જણાવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રમતવીરોને ખૂબ પ્રોત્સાહન આપ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રમતવીરોને ખૂબ પ્રોત્સાહન આપ્યું

આ પ્રસંગે અમદાવાદ (પશ્ચિમ) લોકસભા મત વિસ્તારના સાંસદ ડૉ. કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રમતવીરોનેખૂબ પ્રોત્સાહન આપ્યું છે, જેના પરિણામરૂપે આંતરરાષ્ટ્રીય સ્તરે રમતવીરો શ્રેષ્ઠ પ્રદર્શન થકી દેશને મેડલ અપાવી ગુજરાત અને દેશનું નામરોશન કરી રહ્યા છે.

સાંસદ ખેલ સ્પર્ધાનું બીજી વખત સફળતાપૂર્વક આયોજન થવા બદલ ડૉ. કિરીટ સોલંકીએ ખેલાડીઓ, આયોજનમાં સહયોગી સ્ટાફ અનેનાગરિકો સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર, અમદાવાદ પૂર્વના સાંસદહસમુખ પટેલ, અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર સહિત અમદાવાદ શહેરના ધારાસભ્યો, પદાધિકારીઓ તથા આગેવાનો અનેરમતપ્રેમી લોકો તેમજ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Closing Ceremony of MP Sports Competition Concluded, Know What CM Said?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X