For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બનાસકાંઠાના નડાબેટ ખાતે સીમeદર્શન પ્રોજેક્ટની કામગીરીનુ CM રૂપાણીએ કર્યુ નિરીક્ષણ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે બનાસકાંઠાના નડાબેટની મુલાકાત લઈ પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી.

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે બનાસકાંઠાના નડાબેટની મુલાકાત લઈ પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી. તમને જણાવી દઈએ કે નડાબેટ પછી પાકિસ્તાનની સરહદ શરૂ થાય છે અને નડાબેટ પર બીએસએફના જવાનો તૈનાત હોય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીમાદર્શન પ્રોજેક્ટની કામગીરીનુ નિરીક્ષણ કર્યુ અને અધિકારીઓ સાથે વાત કરી.

vijay rupani

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નડેશ્વરી માતાના દર્શન કરીને સરહદની સુરક્ષા અને ગુજરાતની સુખાકારી માટે પ્રાર્થના કરી. વળી, સીએમ રૂપાણીએ બોર્ડર ઝીરો પોઈન્ટની મુલાકાત લઈને બીએસએફના અધિકારીઓ અને જવાનો સાથે પણ સંવાદ કર્યો હતો. સીમાદર્શન પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થઈ રહેલા T-જંક્શન, પરેડ ગ્રાઉન્ડ, મ્યુઝિયમ, પ્રવાસીઓ માટે લોન્જ, ચિલ્ડ્રન પાર્ક અને પાર્કિંગ સહિતની સુવિધાઓની કામગીરીનુ રૂબરૂ નિરીક્ષણ કરીને સમય મર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યા. આ દરમિયાન પ્રવાસન મંત્રી જવાહર ચાવડા અને મુખ્યમંત્રી અગ્રસચિવ કે. કૈલાસનાથન અને જિલ્લા કલેક્ટર આનંદ પટેલ અને પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે નડાબેટ સીમાદર્શન વાઘા બોર્ડરની પેટર્નના આધારે બીએસએફ જવાનની બહાદૂરીનુ પાલન કરવાના હેતુથી શરૂ કરવામાં આવ્યુ છે. માત્ર વાઘા સરહદ ભારત-પાકિસ્તાનની સીમા છે જ્યાં બંને દેશો ડ્રિલ રીટ્રીટ કરે છે અને લોકો તેને જોઈ શકે છે. સરહદ પર જોવાના પોઈન્ટમાં મુખ્ય આકર્ષણ તરીકે બીએસએફના રિટરેટ સેરેમની, ફ્યુઝન બેન્ડ અને ઉંટ શો જોવાલાયક હોય છે. સરહદ પર પ્રવાસર કૉર્પોરેશન(ટીસીજીએલ) દ્વારા નવા વિકસિત સ્થાન પર પ્રવાસીઓ હથિયાર પ્રદર્શન, ફોટો ગેલેરી અને બીએસએફની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈ શકે છે.

English summary
CM Rupani inspected the operation of Seemadarshan project at Nadabet in Banaskantha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X