મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મોટાભાઈ ચંદ્રકાંત રૂપાણીનું કલકત્તામાં નિધન

Subscribe to Oneindia News

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મોટાભાઇ ચંદ્રકાંત રૂપાણીનું આજે કલકત્તા ખાતે નિધન થતા તેમનો સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ચંદ્રકાંતભાઇ ચાર ભાઇઓમાં સૌથી મોટાભાઈ હતા. વિજય રૂપાણી સહીત કુલ ચાર ભાઇઓ ચંદ્રકાંતભાઈ, પ્રવીણભાઇ અને લલિતભાઇ. ચંદ્રકાંતભાઈની ઉંમર 84 વર્ષની હતી અને તેઓ પહેલેથી જ કલકત્તા રહેતા હતા. તેમણે કલકત્તામાં ઓટો મોબાઇલ ક્ષેત્રે શરૂઆત કરી હતી. છેલ્લા કેટલાક વર્ષથી તેઓ નિવૃત જીવન જીવી રહ્યા હતા. વધુમાં થોડા સમયથી તેઓ બિમાર પણ રહેતા હતા.

vijay rupani

તેમજ છેલ્લા બે દિવસથી કલકત્તાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.ચંદ્રકાંતભાઇ રૂપાણીના પત્નીનું નામ શારદાબેન છે. ચંદ્રકાંતભાઇના ચાર પુત્રો અને એક પુત્રી અજયભાઇ, શૈલેષભાઇ, નિલેશભાઇ અને મિલનભાઇ અને પુત્રી મીનાબેન છે. ચારેય પુત્રો અને પુત્રી પરિણીત છે. હાલ ઓટોમોબાઇલનો બિઝનેસ તેમના પુત્રો સંભાળી રહ્યા છે.

English summary
CM Vijay Rupani elder brother Chandrakant Rupani is no more.
Please Wait while comments are loading...