ગૌહત્યા પર CM રૂપાણી: ગાંધીની કલ્પનાનું રામરાજ્ય બનાવીશું

Subscribe to Oneindia News

આજે ગુજરાતમાં ગુજરાત વિધાનસભા માં ગુજરાત પશુ સંરક્ષણ સુધારા વિધેયક રાજ્ય ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા રજૂ કરવામાં આવ્યો હતો. જેને સર્વસંમત્તિ સાથે પસાર કરવામાં આવ્યો છે. આ નિયમ મુજબ હવે ગૌ -વંશની હત્યા કે હેરાફેરી કરનારને સાત વર્ષથી 10 વર્ષની સજા થશે. ત્યારે આ વિધાયક પસાર થયા પછી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સમક્ષ આ અંગે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પશુ સંરક્ષણ સુધારા વિધેયક મુકવા બદલ અમે ધન્યતા અનુભવીએ છીએ. ગુજરાત એ બે વાત માટે જાણીતું છે. એક દારૂ બંધી અને બીજું શાકાહારી ગુજરાત.

vijay rupani

Read also : ગૌહત્યા પર થશે ઉંમરકેદ,પશુ સંરક્ષણ સુધારા વિધેયક પસાર

બીજા રાજ્યોએ દારૂની એક્સાઇઝ ડ્યૂટી ની આવક માટેની વાત કરે છે પરંતુ ભલે રાજ્યને તેની આવક ન મળે પરંતુ દારૂના દુષણથી અને રાજ્યના નાગરિકો દૂર રહે છે તેવું ઇચ્છીએ છીએ. વધુમાં તેમણે કહ્યું કે આ રાજ્યએ જીવ દયાનું રાજ્ય છે. અને એટલા માટે આ રાજ્યમાં ગૌ હત્યા ન થાય તે અમારી રાજકીય ઈચ્છા શક્તિ છે. અમે આ બજેટ માં નંદી ઘર ની યોજના લાવી એ છે.અને જર્સી ગાયો નહિ પરંતુ ગીર ગાયો આપણે જોઈએ છે. તે માટે આ પ્રકારની વ્યવસ્થા કરી છે.

તેમણે કહ્યું કે ગાંધી,સરદાર અને નરેન્દ્ર મોદી ના ગુજરાત અગલ છે. આ ગુજરાત જીવ માત્ર નો વિચાર કરે છે આથી ગૌહત્યા ગુજરાતમાં આ કાયદો લાવ્યા છે. અને કાયદો કડક બનાવ્યા છે. ખેડુત,ખેતી અને ગામડું સમૃધ્ધ બને તેવા પ્રયાસો ગુજરાત કરી રહ્યું છે. મહાત્મા ગાંધીની કલ્પના મુજબનું રામરાજ્ય બનાવવા માંગીએ છે, દિવ્ય ગુજરાતની દિશામાં આ મહત્વનું પગલું છે.

English summary
Read here CM Vijay Rupani reaction on new law on cow slaughter.
Please Wait while comments are loading...