ગુજરાતમાં આચારસંહિતા લાગું, નહીં થાય સરકારી જાહેરાતો

ચૂંટણીપંચ દ્વારા બુધવારે આચારસંહિતા લાગુ કરી દેતા હવે કોઇપણ પ્રકારની સરકારી જાહેરાત કરવામાં આવશે નહી. હાલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિકાસયાત્રા પર છે અને જ્યાં અને વિવિધ સરકારી જાહેરાતો તેમના દ્વારા છેલ્લા કેટલાક દિવસમાં કરવામાં આવી છે. પરંતુ હવે તેમનો એજેન્ડા નવી જાહેરાત કરવાના બદલે વિકાસની વાતો કરવાનો અને કોંગ્રેસ પર પ્રહાર કરવાનો રહેશે.
નોંધનીય છે કે, છેલ્લા એકાદ અઠવાડિયામાં સરકાર દ્વારા વિવિધ ખાતાઓમાં, આઇએસ-આઇપીએસ અધિકારીઓની બદલીઓનો દોર શરૂ કર્યો હતો. તેમજ અન્ય વિભાગોમાં પણ બદલીઓનો દોર શરૂ હતો. જે આચારસંહિતાના કારણે હાલ પુરતો સ્થગિત થઇ જશે.












Click it and Unblock the Notifications
