
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે આજથી આચારસંહિતા અમલી
ચૂંટણી પંચે જાહેર કરેલો ચૂંટણી કાર્યક્રમ આ મુજબ છે.
1. ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તારીખ - 19-1-2013
2. ચૂંટણી અધિકારીએ ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવાની તારીખ - 19-1-2013
3. ઉમેદવારીપત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ - 24-1-2013
4. ઉમેદવારીપત્રોની ચકાસણીની છેલ્લી તારીખ - 28-1-2013
5. ઉમેદવારીપત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ - 29-1-2013
6. મતદાન તરીખ અને સમય - 10-2-2013 સવારે 8થી સાંજે 5
7. જરૂર જણાય તો પુન: મતદાનની તારીખ - 11-2-2013
8. મતગણતરીની તારીખ - 12-2-2013
ગુજરાત રાજયમાં 2 જિલ્લા પંચાયત, 15 તાલુકા પંચાયત, 77 નગરપાલિકા તથા 1427 ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી 3 ફેબ્રુઆરી, 2013ના રોજ યોજાશે. જ્યારે મતગણતરી 5 ફેબ્રુઆરી, 2013ના રોજ કરવામાં આવશે. આ અંગે ગુજરાતના ચૂંટણીપંચે સત્તાવાર જાહેરનામુ બહાર પાડ્યું છે. ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદત તારીખ 30 એપ્રિલ, 2013ના રોજ પૂરી થાય છે તેમાં 2 જિલ્લા પંચાયત, 15 તાલુકા પંચાયત, 77 નગરપાલિકા તથા 1427 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. આ માટે ફેબ્રુઆરી 2013માં ચૂંટણી યોજવાપાત્ર થાય છે. આ પંચાયતોની ચૂંટણી માટેની મત ગણતરી 5 ફેબ્રુઆરી, 2013ના રોજ યોજવામાં આવશે.
જે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે તેમાં અમદાવાદ જિલ્લાની 25, અમરેલી જિલ્લાની 36, આણંદ જિલ્લાની 127, બનાસકાંઠા જિલ્લાની 9, ભરૂચ જિલ્લાની 19, ભાવનગર જિલ્લાની 171, ડાંગ જિલ્લાની 0, દાહોદ જિલ્લાની 48, ગાંધીનગર જિલ્લાની 10, જામનગર જિલ્લાની 299, ખેડા જિલ્લાની 16, જુનાગઢ જિલ્લાની 35, કચ્છ જિલ્લાની 69, મહેસાણા જિલ્લાની 21, નર્માદા જિલ્લાની 8, નવસારી જિલ્લાની 35, પંચમહાલ જિલ્લાની 34, પાટણ જિલ્લાની 17, પોરબંદર જિલ્લાની 10, રાજકોટ જિલ્લાની 29, સુરેન્દ્રનગર જિલ્લાની 10, સાબરકાંઠા જિલ્લાની 137, સુરત જિલ્લાની 3, તાપી જિલ્લાની 14, વડોદરા જિલ્લાની 231 અને વલસાડ જિલ્લાની 14 થઇને કુલ 1427 ગ્રામપંચાયતોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, આ બંને જિલ્લાઓની 15 તાલુકા પંચાયતો કઠલાલ, કપડવંજ, ડીસા, પાલનપુર, કાંકરેજ, થરાદ, દિયોદર, ભાભર, દાંતીવાડા, વડગામ, ધાનેરા, દાંતા, અમીરગઢ, વાવ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 77 નગરપાલિકાઓનો પણ સમાવેશ થાય છે.