For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મતદાતા જાગૃતિ અભિયાન : રાજકોટમાં 'કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ'

રાજકોટ જિલ્લા કલેકટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં મતદાતા જાગૃતિ અભિયાન અન્વયે રાજકોટના વરિષ્ઠ નાગરિકો સાથે 'કોફી વીથ કલેકટર' કાર્યક્રમ યોજાયો હતો.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

રાજકોટ જિલ્લા કલેકટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં મતદાતા જાગૃતિ અભિયાન અન્વયે રાજકોટના વરિષ્ઠ નાગરિકો સાથે 'કોફી વીથ કલેકટર' કાર્યક્રમ યોજાયો હતો. ઉપલેટાના 126 વર્ષની ઉંમરના મતદાતા આજીમા ચંદ્રાવડિયાના હસ્તે કાર્યક્રમનો દિપપ્રાગટય કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કલેકટર ડો. પાંડેએ જણાવ્યું હતું કે, રાજકોટના વડીલો મતદાન પ્રત્યે આટલા બધા ઉત્સાહિત હોય ત્યારે યુવાનોએ તેમના વડીલોમાંથી પ્રેરણા મેળવીને અચૂક મતદાન કરવું જોઇએ. અમદાવાદ અને સુરત પછી રાજયભરમાં ત્રીજા નંબરના સૌથી વધુ મતદારો ધરાવતા રાજકોટ જિલ્લામાં 20 લાખથી વધુ મતદારો છે, જેમના માટે 2157 બૂથ મતદાન માટે તૈયાર કરાયા છે.

Rajkot

છેલ્લા છ માસમાં 18 વર્ષથી ઉપરના 7 હજારથી વધુ મતદારોનો મતદારયાદીમાં સમાવેશ કરાયો છે, જે તમામ મતદાતાઓને નવમી ડીસેમ્બર પહેલાં મતદાતા ઓળખપત્રનું વિતરણ કરી દેવામાં આવશે. રાજકોટ જિલ્લામાં 90 થી વધુ વર્ષની ઉંમરના 4700 મતદાતાઓ છે, 126 વર્ષની વયના ઉપલેટાના મતદાતા આજીમાને મતદાન પ્રત્યેના ઉત્સાહ બદલ અભિનંદન પાઠવ્યા હતા, અને યુવાનોને આજીમામાંથી પ્રેરણા લેવા સૂચન કર્યું હતું.

કલેકટરે ઉમેર્યું હતું કે, એ.એસ.ડી. અભિયાન હેઠળ ગેરહાજર, શીફટ અને ડેથ મતદાતાઓની અલગ યાદી તૈયાર કરી દરેક રાજકીય પક્ષ અને દરેક પ્રીસાઇડીંગ ઓફીસરને આપી દેવાઇ છે, જેનાથી બોગસ મતદાનની ટકાવારી શૂન્યવત થઇ શકશે.જેમાં રાજકોટ શહેર તથા જિલ્લાના 100થી વધુ વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહયા હતા.

English summary
Koffee with collector : unique programme in Rajkot for voting awareness.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X