કોમી હિંસા વિરોધી બિલ વિરૂધ્ધ મોદીનો PMને પત્ર
ગાંધીનગર, 5 ડિસેમ્બર: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર પર એકવાર ફરી નિશાનો સાધ્યો છે. તેમણે કોમી હિંસા વિરોધી બિલનો વિરોધ કરતા વડાપ્રધાન મનમોહન સિંહને એક પત્ર લખ્યો છે. મોદીએ જણાવ્યું છે કે કોમી હિંસા વિરોધી બિલથી સમાજમાં ભાગલા પડશે.
નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનને લખેલા પત્રમાં સંસદમાં સાંપ્રદાયિક હિંસા વિરોધી બિલ લાવવાના સમય પર સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે વોટ બેન્કની રાજનીતિના પગલે આવું કરવામાં આવી રહ્યું છે. તેમણે બિલના ડ્રાફ્ટને ખરાબ ગણાવતા જણાવ્યું છે કે આ સંઘીય માળખાની વિરૂધ્ધ છે. મોદીએ લખ્યું છે કે આ બાબતે કાયદો રાજ્યોને જ બનાવવા દેવો જોઇએ. બીજી બાજું શિવસેનાએ પણ આ બિલનો વિરોધ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય સલાહકાર પરિષદની દેખરેખમાં તૈયાર કોમી અને સુનિયોજિત સિંહા રોકધામ વિધેયક-2011નો ભાજપ અને કેટલાંક અન્ય દળોએ વિરોધ કર્યો હતો. ભાજપે આ બિલને બહુખંખ્યક વિરોધી વિધેયક ગણાવ્યું હતું.












Click it and Unblock the Notifications
