ગુજરાત: BJP કાર્યકરે શિક્ષિકાને જબરદસ્તી કરી કિસ, વીડિયો વાયરલ
અમદાવાદ, 30 મે: ગુજરાતના તાપીમાં ભાજપા કાર્યકર્તાની અશ્લીલ હરકત સામે આવી છે. ભાજપા કાર્યકર્તાનું આ કૃત્ય કેમેરામાં કેદ થઇ ગયું છે ત્યાર બાદ આ વીડિયો સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર વાઇરલ થઇ ગયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે કેવી રીતે ભાજપા કાર્યકર્તા જબરદસ્તી એક કમ્પ્યુટર ટીચરને કિસ કરી રહ્યો છે.
અજય રાજપૂત નામનો આ ભાજપી કાર્યકર્તા નવનિર્માણ સેવા ટ્રસ્ટ ચલાવે છે અને ખુદને મહુવા વિધાનસભા વિસ્તારથી ભાજપા ધારાસભ્ય મોહન ડોડિયાનો પીએ ગણાવે છે. પોલીસે મળેલી જાણકારી અનુસાર અજય જે એનજીઓને ચલાવે છે, તે આદીવાસી બાળકોને શિક્ષણ આપે છે.

પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીના પરિવારજનો અને કેટલાક સંગઠનોના દબાણથી આ ફરિયાદ દાખલ કરી લેવામાં આવી છે. આરોપી ભાજપા નેતા અજય રાજપૂતની ધરપકડ કરી લેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
