કોંગ્રેસ આદિવાસી અધિકાર યાત્રા, રૂપાણીએ કહ્યું રાજકીય સ્ટંટબાજી

Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. અને તે સાથે જ ભાજપ અને કોંગ્રેસ પક્ષે એક બીજા પર આક્ષેપ-પ્રતિ આક્ષેપ શરૂ કરી દીધા છે. મતદારોને રીજવવા માટે બંને પક્ષોએ સભા, રેલી અને યાત્રાઓના નામે પ્રચાર શરૂ કરી દીધો છે. જે મુજબ જ પહેલા ભાજપે આદિવાસી યાત્રા કરી હતી અને હવે કોંગ્રેસ આદિવાસી યાત્રા હાલ કરી રહ્યું છે. આમ બીજા શબ્દોમાં કહીએ તો બન્નેને આદિવાસીઓના વોટ યાદ આવ્યા છે.

vijay and bharat

કોંગ્રેસ દ્વારા આજે શક્તિપીઠ અંબાજી ખાતે પ્રચાર પડઘમની શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહીત ધારાસભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં અંબાજી પહોંચી માં અંબા દર્શન કરી, ખેડબ્રહ્મા તરફ પ્રસ્થાન કર્યું હતું. ખેડબ્રહ્મા ખાતે આજે કોંગ્રેસ દ્વારા આદિવાસી અધિકાર યાત્રાને લઇ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું ભાજપની સરકારમાં આદિવાસીઓનું શોષણ થયું છે. આદિવાસીઓને તેમના અધિકાર મળે તે માટે આદિવાસી વિસ્તારોમાં સભાનું આયોજન કર્યું છે. વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા એ જણાવ્યું હતું છેલ્લા ૨૨ વર્ષથી ભાજપ દ્વારા આદિવાસીઓ માટે શું કરવામાં આવ્યું તેનું હિસાબ લેવા માટે આવ્યા છે.

બીજી બાજુ કોંગ્રેસની આદિવાસી યાત્રાને લઇ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જણાવ્યું હતું કોંગ્રેસને આદિવાસીઓ માટે કોઈ પ્રેમ નથી આ માત્ર રાજકીય લાભો માટે કરી રહ્યા છે. આ રાજકીય સ્ટંટબાજી છે. આજે ગાંધીનગર ટાઉન હોલ ખાતે રાજ્ય સરકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તક ગુજરાતમાં વિચરતી અને વિમુક્ત જાતી વિકાસ નિગમ દ્વારા ચેક વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે ૪૦ વિચરતી અને વિમુક્ત જાતીના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ સત્તા પર નથી એટલે બોખલાઈએ ગઈ છે. 2013 -14 માં 40 હજાર કરોડ આદિવાસી વિકાસ માં ફાળવામાં આવ્યા છે. પેશા કાયદો અને બીજા અન્ય કાયદા વનસંપતિનો હક આપે છે. કોંગ્રેસ આદિવાસી વિસ્તારમાં જઈ શકતી નથી એટલે જ એટલે સભા મારફતે આદિવાસી વિસ્તારમાં જવાનો પ્રયાસ કરે છે. આદિવસીઓ ભાજપ ની સરકાર ને ઓળખે છે. આમ બન્ને પક્ષો દ્વારા એક રીતે આદિવાસીઓની વોટબેંકને ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

English summary
Meta Dis: Gujarat Assembly Election 2017 : Congress started Adivasi yatra today, Vijay Rupani called it political stunt.
Please Wait while comments are loading...