મોદીએ 'સોશિયલ મીડિયા વોર' કરવા કોંગ્રેસને કરી મજબૂર

અમદાવાદ, 2 જુલાઇ: સોશિયલ મીડિયાના પાવરને પારખી જતા કોંગ્રેસે ભાજપા સાથે ટક્કર લેવા માટે માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી શશિ થરૂરના નેતૃત્વમાં એક સોશિયલ મીડિયાની ટીમનું ગઠન કર્યું છે. જેના થકી તે જનતા સાથે સીધી રીતે જોડાઇ શકે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે આ પગલું ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પગલે ઉઠાવ્યું છે જેઓ પાછલા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ઘણા સક્રિય છે.

શશિ થરૂરની સાથે જ દીપેન્દ્ર હુડા પણ કોંગ્રેસ માટે સોશિયલ મીડિયાની કમાન સંભાળશે. જોકે પાછલા કેટલાંક સમયથી સોશિયલ મીડિયા રાજકારણીઓના આરોપ પ્રત્યારોપનું એક નવું સ્થાન બની ચુક્યું છે.

narendra modi
હાલમાં જ સૂચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ ટ્વિટર પર ભાજપા નેતા સુષમા સ્વરાજ અને અરુણ જેટલી પર નિશાનો સાધ્યો હતો. સુષમાએ વળતો પ્રહાર કરી જવાબ આપતા જણાવ્યું હતું કે ઉત્તરાખંડની સરકારને બર્ખાસ્ત કરી દેવી જોઇએ. સુષમાએ કહ્યું કે ઉત્તરાખંડમાં રાહત અને બચાવ કાર્યોમાં નિષ્ફળ ગયેલી સરકારે સત્તામાં રહેવાનો કોઇ અધિકાર નથી.

અત્રે નોંધનીય છે કે છેલ્લા કેટલાંક સમયથી કોંગ્રેસ પર જનતાથી દૂર હોવાના આરોપ પણ લાગી રહ્યા છે, એવામાં જ્યારે લોકસભાની ચૂંટણીમાં એક વર્ષ કરતા પણ ઓછો સમય રહી ગયો છે ત્યારે કોંગ્રેસના પગલાને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અથવા તો મોદી દ્વારા ઉપયોગ કરાતા સોશિયલ મીડિયાને મળી રહેલા ભારે પ્રતિસાદને અનુસરવા કોંગ્રેસ સેના મજબૂર બની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X