For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વ સૈનિકોના આંદોલનને કોંગ્રેસનું સંપુર્ણ સમર્થન!

રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આંદોલન કરી રહેલા પૂર્વ સૈનિકોની માંગણીને કોંગ્રેસ દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે અને પૂર્વ સૈનિકોની માંગણીઓને વાજબી ગણાવી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આંદોલન કરી રહેલા પૂર્વ સૈનિકોની માંગણીને કોંગ્રેસ દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે અને પૂર્વ સૈનિકોની માંગણીઓને વાજબી ગણાવી હતી. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતુ કે, ગુજરાતમાં છેલ્લા ઘણા વખતથી દેશની સુરક્ષા કરનાર માજી સૈનિકો પોતાની ન્યાયીક માંગણીઓ માટે આંદોલન કરી રહ્યાં છે, એકતરફ ભાજપની સરકાર એક વર્ષની ઉજવણી કરી રહી છે અને બીજી બાજુ દેશની રક્ષા કાજે ખડે પગે ફરજ બજાવતા પૂર્વ સૈનિકોની વાત સાંભળવા સરકાર તૈયાર નથી. ઉલ્ટાની તેમના પર લાઠીઓ વરસાવાય છે.

Congress

સૈનિકોના નામે મત માંગી રાજનીતિ કરનાર ભાજપ દેશ માટે શહિદ થનાર જવાનોને શહિદનો દરજ્જો પણ આપતી નથી. કોંગ્રેસ પક્ષ હંમેશા દેશની સુરક્ષા માટે બલિદાન આપનાર સૈનિકોને ન્યાય અને સન્માન મળે તે માટે પ્રતિબધ્ધ છે. સર્વિસ દરમિયાન મુત્યુ પામેલાના પરિવારમાં નોકરી. પૂર્વ સૈનિકને મળતુ 10% અનામતનો ચુસ્તપણે પાલન. જે પૂર્વ સૈનિકને નોકરી ન મળે તેને ખેતીની જમીન અથવા શહેરમાં પૂર્વ સૈનિકને રહેઠાણ માટે પ્લોટની વ્યવસ્થા, પૂર્વ સૈનિકના સંતાનને ધો.12 પછીના ઉચ્ચ અભ્યાસમાં રિઝર્વ સીટ, માજી સૈનિકોને કોન્ટ્રાક્ટ પધ્ધતિથી બાદ રાખીને સીધી ભરતીમાં રાખવા આવશે, દરેક જીલ્લામાં સૈનિકના પરિવાર માટે સમસ્યાના સમાધાન માટે અલગથી વ્યવસ્થા, પૂર્વ સૈનિકના રાજ્યમાં મળતી નોકરીમાં સૈનામાં કરેલી નોકરી સળંગ ગણવામાં આવશે, પૂર્વ સૈનિકો માટે 5વર્ષનો ફીક્સ પગાર વાળી નીતિ નિયમો નાબૂદ કરવામાં આવશે. પૂર્વ સૈનિકને નોકરી તેના માદરે વતનમાં અથવા નજીકમાં પોસ્ટીંગ મળે તે માટે પ્રાથમિકતા, પૂર્વ સૈનિકનો વ્યવસાય વેરો માફ કરવામાં આવશે, પૂર્વ સૈનિકોની વ્યાજબી લડતને કોંગ્રેસ પક્ષ સમર્થન આપે છે.

રાજ્યના પૂર્વ સૈનિકો તેમને મળવાપાત્ર હક્ક અધિકાર માટે લાંબા સમયથી સરકાર સમક્ષ રજુઆત કરી રહ્યાં હોવા છતાં સરકાર પૂર્વ સૈનિકોની વાત સાંભળવા તો તૈયાર નથી. પૂર્વ સૈનિકોની આક્રોશ રેલીમાં એક પૂર્વ સૈનિકનું નિધન થયું છે જે ઘણુ દુઃખદ છે.

English summary
Congress fully supports the movement of ex-servicemen!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X