કોંગ્રેસ નેતા અશોક ગહેલોત ગુજરાતની બે દિવસ મુલાકાતે

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રભારી અશોક ગહેલોત આજથી ગુજરાતની બે દિવસની મુલાાકાતે છે. આજે અમદાવાદ એરપોર્ટ પહોંચીને તેમણે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 22 વર્ષ ગુજરાતનું ખાલી માર્કેટિંગ થાય છે પણ કહેવાતું ગુજરાત મોડેલ ક્યાં જોવા નથી મળતું. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા ગહેલોતે જણાવ્યું કે કેન્દ્રમાં બેઠેલી મોદી સરકારે ખેડૂતોનો વાયદો પૂરા નથી કર્યા જેના કારણે ખેડૂતો નારાજ છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકર સિંહ વાઘેલા હજી પણ નારાજ છે તે અંગે જણાવતા ગોહલોતે જણાવ્યું કે તે શંકર સિંહ સમેત તમામ કોંગ્રેસી નેતાઓ જોડે ચૂંટણી લક્ષી બેઠક કરશે. અને આવનારા સમયમાં કોંગ્રેસની શું રણનીતિ છે તે અંગે ચર્ચા કરશે.

ashok gahlot

જો કે આજે યુવા કોંગ્રેસની હોદ્દેદારોની બેઠક યોજવાની હતી જેને પણ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે ગહેલોતે પાટીદાર યુવકની મુત્યુ અંગે દુખ વ્યક્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં ભાજપ તેના 57 ધારાસભ્યોને રિપિટ કરવાની છે અને તેમને જ સીટો ફાળવવાની છે. ત્યારે પ્રદેશ પ્રભારી બન્યા પછી અશોક ગહેલોતની આ મુલાકાત અનેક રીતે મહત્વની સાબિત થઇ શકે તેમ છે. સાથે જ શંકર સિંહ વાઘેલા અને અંદર અંદર એક બીજાનો પગ ખેંચતા કોંગ્રેસીને નેતાઓને ગહેલોત જીતની દિશા બતાવવામાં સક્ષમ રહે છે કે કેમ તે જોવાનું રહ્યું.

English summary
Congress leader Ashok gehlot is on two days visit of Gujarat. Read more on this news.
Please Wait while comments are loading...