કોંગ્રેસના બાપુનો આજે જન્મદિવસ, પણ કોંગ્રેસે મોં ચઢાવ્યું?

Posted By:
Subscribe to Oneindia News

શુક્રવારે, કોંગ્રેસના કદાવર નેતા એટલે શંકર સિંહ વાઘેલાનો જન્મદિવસ છે. જો કે તેમના જન્મદિવસ પહેલા જ રાજકિય અટકળો શરૂ થઇ ગઇ છે. આજે શંકરસિંહ વાઘેલા ધામધૂમથી તેમના જન્મદિવસની ઉજવણી ગાંધીનગર ખાતે કરવાના છે. અને બીજા શબ્દોમાં તેને એક રીતના શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે શંકર સિંહ વાઘેલા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા છે. પણ છેલ્લા થોડા સમયથી કોંગ્રેસ અને તેના કેટલાક નેતાઓ સાથે તેમની અણબન ચાલી રહી છે. ગુરુવારે ફરી એક વાર શંકર સિંહ દિલ્હી ખાતે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા ગયા હતા. અને આજે જ્યાં એક બાજુ તેવી અટકળો ચાલી રહી છે કે બાપુ સંન્યાસ લઇ શકે છે કે પછી નવો ચીલો પાડી કંઇક મોટી કરવાની તાગમાં છે.

sankar bapu

ત્યાં જ ખબર તે પણ આવી છે કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના કારણે કોંગ્રેસે તેના અન્ય તમામ નેતાઓએ આ બર્થ ડેથી દૂર જ રહેવાની ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ શંકર સિંહ ગાંધીનગર ખાતે શક્તિ પ્રદર્શન કરી ચૂક્યા છે. અને જે રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તે જોતા કોંગ્રેસના બાપુ જન્મ દિવસે કોંગ્રેસ માટે નવી મુશ્કેલી ઊભી કરે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું છે. જો કે શંકરસિંહ વાધેલાના જન્મદિવસ પર વનઇન્ડિયા દ્વારા તેમને હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવે છે.

English summary
Congress leader Shankersinh Vaghela's Birthday today. But Congress is angry on him because of cross voting in Presidential election
Please Wait while comments are loading...