કોંગ્રસના 'ગુંડારાજ વિરોધી ધરણા',રાહુલ ગાંધી પર થયેલ હુમલાનો વિરોધ

Written By:
Subscribe to Oneindia News

શુક્રવારે બનાસકાંઠામાં પૂર અસરગ્રસ્તોની મુલાકાતે આવેલ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર ધાનેરામાં હુમલો થયો હતો. રાહુલ ગાંધી સામે કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા અને તેમની ગાડી પર પથ્થરમારો પણ થયો હતો. આ પથ્થરમારામાં રાહુલ ગાંધીની ગાડીને ખાસુ નુકસાન પહોંચ્યુ હતું. આના વિરોધમાં રવિવારે અમદાવાદ ખાતે આરટીઓ પાસે કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતની આગેવાનીમાં આ ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભરતસિંહ સોલંકી સહિત કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ અને નેતાઓ હાજર રહ્યા હતા.

congress dharna

રાહુલ ગાંધી પર થયેલ હુમલાને પગલે કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં દેખાવો અને વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે. શનિવારે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આ હુમલાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને અમદાવાદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું પૂતળું પણ બાળવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી પર થયેલ હુમલો અને ગુજરાત પોલીસ દ્વારા આ હુમલાના મામલે થયેલ નબળી તપાસને કારણે આ ધરણાં યોજાયા હોવાનું ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું. આ ધરણાં કાર્યક્રમ દરમિયાન 'ગુંડારાજ વિરોધી ધરણા'ના પોસ્ટર્સ પણ જોવા મળ્યા હતા.

English summary
Congress leaders set on Gundaraj Virodhi Dharna in Ahmedabad against the attack on Rahul Gandhi in Dhanera, Banaskantha on Friday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.