For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસની વિધાનસભા કુચ, ભીડ વિખેરવા પોલીસે કર્યો પાણીમારો

આજથી ત્રિદિવસીય શિયાળું સત્રનો પ્રારંભ થાય છે ત્યારે કોંગ્રેસ વિધાનસભા અંદર અને બહાર સરકારને ઘેરવા પ્રયાસ કરવા સત્યાગ્રહ છાવણીથી કોંગ્રેસે વિધાનસભા કૂચ કરી હતી.

|
Google Oneindia Gujarati News

આજથી ત્રિદિવસીય શિયાળું સત્રનો પ્રારંભ થાય છે ત્યારે કોંગ્રેસ વિધાનસભા અંદર અને બહાર સરકારને ઘેરવા પ્રયાસ કરવા સત્યાગ્રહ છાવણીથી કોંગ્રેસે વિધાનસભા કૂચ કરી હતી. કોંગ્રેસ દ્વારા વિધાનસભા તરફ કૂચનો પ્રારંભ કર્યો હતો. અહીં વિવિધ મુદ્દે સરકાર સામે માંગણી કરવામાં આવી છે. તેમાં કોંગી ધારાસભ્યો, નેતાઓ સહિતના કોંગ્રેસના નેતા જોડાયા હતા. સરકારને ઘેરવા માટે રાજ્યભરમાંથી કોંગી કાર્યકરો ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા હતા. અહીં કોંગ્રેસના આગેવાનોએ વિવિધ મુદ્દે સરકારને ઘેરવા પ્રયાસ કર્યો હતો. બેનર સાથે સરકાર સામે સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ પ્રદર્શન કરી રહ્યું છે.

Congress

જોકે થોડી આગળ ચાલેલી કૂચ પર પોલીસે પાણીમારો કરીને કૂચને આગળ વધતી અટકાવી હતી. કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. તો પોલીસ વાહનો પર પથ્થરમારો થયો હતો.

ઉલ્લેખનિય છેકે કોંગ્રેસે ઘ-5 ખાતે રેલી યોજવાની પરવાનગી માગેલી તે મંજૂરી અપાઈ નથી, છેવટે સત્યાગ્રહ છાવણી ખાતે મંજૂરી અપાઇ છે ત્યાં એને દેખાવો યોજવાનું કહેવાયું છે. કોંગ્રેસને સભા કે રેલીની મંજૂરી આપવામાં આવી નહોતી, તેમ છતાં કોંગ્રેસની વિધાનસભા કૂચની જાહેરાતથી પોલીસનો ચુસ્ત બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 1500 પોલીસ જવાનોનો કાફલો ગાંધીનગરમાં ચુસ્ત બંદોબસ્ત સાથે ખડકી દેવામાં આવ્યો છે. આ સિવાય પોલીસની સાથે SRPની 5 કંપનીઓ પણ બંદોબસ્તમાં ઉતારાઈ છે. કોંગ્રેસ મહિલા સુરક્ષા, પરીક્ષા કૌભાંડ અંગે સરકારને ઘેરશે.

કોંગ્રેસ તા. 9મીના પ્રથમ દિવસે જ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માગ, કમોસમી વરસાદને કારણે ખેડૂતોને સહાય, ડીપીએસ સ્કૂલ, છ હજાર પ્રાથમિક સ્કૂલ બંધ કરવી સહિતના મુદ્દે વિધાનસભા તરફ કૂચ કરશે. કોંગ્રેસ આ મુદ્દાઓ વિધાનસભા દરમિયાન પણ ઉઠાવીને ગૃહમાં ઉઠાવશે તેમ સૂત્રોનું કહેવું છે.

આ પણ વાંચો: આજે પેટ્રોલના ભાવમાં ચાર ગણો વધારો, જાણો ડીઝલની કિંમત

English summary
Congress legislature marches, Police used water to disperse the crowd
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X