દીવમાં ફરી લહેરાઇ કોંગ્રેસની વિજય પતાકા, BJPનો સફાયો

Written By:
Subscribe to Oneindia News

એક પછી એક અનેક રાજ્યોમાં પોતાની વિજય પતાક લહેરાવી ચૂકેલ ભારતીય જનતા પાર્ટીને પોતાના ઘરમાં જ હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 13 બેઠકોમાંથી 10 બેઠકો પર ભાજપના કારમી હાર મળી છે. ભાજપ જે નેતાના નેતૃત્વ હેઠળ આ ચૂંટણી લડ્યું હતું, એ નેતાની જ ચૂંટણીમાં હાર થતાં તેમણે પાર્ટીના પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે, વર્ષના અંત પહેલાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે, આ નગરપાલિકા ચૂંટણીના પરિણામોની કેટલી અસર વિધાનસભા ચૂંટણી પર પડે છે, એ જોવું રહ્યું.

પોતાની જ બેઠક પર મળી હાર

પોતાની જ બેઠક પર મળી હાર

3 જુલાઇ, સોમવારના રોજ ગુજરાતના દીવ નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. આ ચૂંટણીમાં ભાજપના કટ્ટર હરીફ કોંગ્રેસને મોટી સફળતા મળી છે, 13માંથી 10 બેઠકો પર કોંગ્રેસે કબજો જમાવ્યો છે. ભાજપ કીરટ વાજાના નેતૃત્વમાં આ ચૂંટણી લડ્યું હતું, તેઓ આ ચૂંટણીમાં પોતાની જ બેઠક ગુમાવી બેઠા છે.

પહેલાં કોંગ્રેસમાં હતા

પહેલાં કોંગ્રેસમાં હતા

ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ થોડી જ વારમાં કીરટે પાર્ટીમાં પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું. કીરટને કોંગ્રેસના ઉમેદવારે 17 મતથી માત આપી છે. ભાજપ કીરટના નેતૃત્વ હેઠળ 14 વર્ષ પછી ફરી એકવાર આ નગરપાલિકા પરિષદમાં જીત મેળવવા માંગતું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012માં કીરટે કોંગ્રેસ ઉમેદવાર તરીકે પોતાની બેઠક પર જીત મેળવી હતી.

ફરી કોંગ્રેસ નેતાને મળી જીત

ફરી કોંગ્રેસ નેતાને મળી જીત

આ ચૂંટણીમાં મહાનગરપાલિકાના અધ્યક્ષ અને કોંગ્રેસ નેતા હિતેશ સોલંકીને પણ વિજય પ્રાપ્ત થયો છે. તેમણે ભાજપના જીતેન્દ્ર ભારયાને 598 મતથી માત આપી છે. દીવ નગરપાલિકા પર છેલ્લા 10 વર્ષોથી કોંગ્રેસ રાજ કરી રહ્યું છે. આ ચૂંટણી 1 જુલાઇ, શનિવારના રોજ યોજાઇ હતી, જેમાં 72.7 ટકા મતદાન થયું હતું.

જીત અંગે ભરતસિંહ સોલંકી

જીત અંગે ભરતસિંહ સોલંકી

કોંગ્રેસને મળેલી આ જીત અંગે કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ કહ્યું કે, 'દીવે ભાજપને નકાર્યું છે, નગરપાલિકામાં કોંગ્રેસ 13માંથી 10 બેઠકો પર જીતી છે અને આ તો હજુ માત્ર શરૂઆત છે. સમગ્ર ગુજરાતમાં આવું જ થનાર છે.' બીજી બાજુ ભાજપ હજુ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આશા રાખીને બેઠું છે.

English summary
Gujarat: Congress retains power in Diu municipal council, BJP loose.
Please Wait while comments are loading...