મોદીની દિલ્હી માર્ચને રોકવા કોંગ્રેસની ‘સદાચાર યાત્રા’

Posted By:
Subscribe to Oneindia News

ગાંધીનગર, 7 જાન્યુઆરીઃ લોકસભા ચૂંટણી 2014 અંગે લોકોની કોંગ્રેસ પ્રત્યેની નિરાશાને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસ દ્વારા મંગળવારથી ‘સદાચાર યાત્રા'ની શરૂઆત કરશે જેમાં ભાજપ શાસિત ગુજરાત રાજ્યના 41 શહેર-જિલ્લાને કવર કરવામાં આવશે. માહિતી અનુસાર કોંગ્રેસ ‘સદાચાર યાત્રી'ને પાંચ ઝોનમાં અંદાજે 5 હજાર કિમીને કવર કરવામાં આવશે. જે રાજ્યના 41 જિલ્લામાંથી પસાર થશે. આ સદાચાર યાત્રા સાતમી જાન્યુઆરીથી શરૂ થશે અને 23મી જાન્યુઆરીએ પૂર્ણ થશે.

congress-gujarat
રાજ્યના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાના નેતૃત્વ હેઠળ પોરંબર-ભાવનગર રૂટમાં આ યાત્રા ફરશે, જેમાં 1470 કિમીમાં જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીને સમાવવામાં આવ્યા છે. આ યાત્રા 7 જાન્યુઆરીથી શરૂ થશે. બીજી યાત્રા નિલયાથી રાજકોટ રૂટની છે, જેમાં 1115 કિમી છે અને તેમાં કચ્છ, મોરબી, જામનગર અને રાજકોટ જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે, આ રૂટનું નેતૃત્વ શક્તિસિંહ ગોહીલ કરશે. આ યાત્રા 8 જાન્યુઆરીથી શરૂ થશે.

ત્રીજો રૂટ થરાદથી વડોદરાનો છે, જે 1116 કિમીનો છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપૂર, વડોદરામાંથી પસાર થશે. જેનુ નેતૃત્વ સિદ્ધાર્થ પટેલ કરશે. અન્ય એક રૂટ 745 કિમીનો છે, જેમાં વરાહી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આનંદ, વડોદરા, ભરૂચ છે, જેનું નેતૃત્વ ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા, દિનશા પટેલ સહિતના અન્ય નેતાઓ કરશે.

ડો. તુષાર ચૌધરી ઉમરગામ-સુરત યાત્રાનું નેતૃત્વ કરશે, જેમાં 490 કિમીને કવર કરવામાં આવશે. જેમાં વલસાડ, ડાંગ, તાપી અને સુરત છે. આ યાત્રા 19 જાન્યુઆરીથી શરૂ થશે. આ યાત્રામાં ધારાસભ્યો, સાંસદો, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, કોર્પોરેશનના સભ્યો, ચૂંટાયેલા સભ્યો, સરપંચ, કોઓપરેટિવ લીડર્સ અને એનજીઓ ભાગ લેશે.

બીજી તરફ યુવા પાંખ દ્વારા પણ 800 કિમી લાબી વિકાસ શોધ યાત્રા ગુજરાતમાં શરૂ કરવામાં આવશે. આ યાત્રાનો હેતુ ભાજપ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહેલા વિકાસના દાવાઓને ખુલ્લા પાડવાના હેતુથી કરવામાં આવશે. આ યાત્રાની શરૂઆત 16 જાન્યુઆરીથી થશે.

English summary
Further intensifying its 2014 Lok Sabha polls, the Gujarat Congress will on Tuesday kickoff ‘Sadachar yatra’ that will cover 41 districts of the BJP-ruled state. According to reports, Congress' 'Sadachar yatra’ will take place in five phases and cover nearly 5000 kms, passing through 41 districts of the state. The Sadachar yatra, beginning today will conclude on Jan 23.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.