For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીઝાનો મામલો USનો છે, પણ બિહારમાંય ‘નો-એન્ટ્રી', એનું શું?

|
Google Oneindia Gujarati News

congress
અમદાવાદ, 10 ડિસેમ્બર: અમેરિકન કોન્સ્યુલેટ જ્યારે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને વિઝા નથી આપતા ત્યારે આ મુદ્દાને આપણે તેમના દેશનો મામલો છે એવું માની લઇએ છીએ, પરંતુ જ્યારે બિહારના મુખ્યપ્રધાન અને એનડીએના અગ્રણી સહયોગી નિતીશકુમાર મોદીને એમના રાજ્યમાં પ્રચાર અર્થે પણ નથી આવવા દેતાં ત્યારે શું કહેવું? એવો પ્રશ્ન કોંગ્રેસે ઊઠાવ્યો છે.

ગુજરાતની ચૂંટણીમાં મીડિયા પ્રભારી તરીકે જવાબદારી સંભાળતા મહારાષ્ટ્ર સરકારના મુખ્ય પ્રવકતા અનંત ગાડગીલે વધુમાં એવું જણાવ્યું છે કે, લોકશાહી વ્યવસ્થામાં પ્રશ્ન કરવાનો હક્ક પ્રજાને તથા વિપક્ષને હોય છે, શાસકને હરગીઝ નહીં, પરંતુ ગુજરાતમાં તો મોદી પોતાની ઉણપો અને નિષ્ફળતાઓ છાવરવા-ઢાંકવા સામેથી પ્રશ્નો કરે છે અને આક્ષેપો કરે છે.

જો આ જ એમની રીત હોય તો કોંગ્રેસની જાગૃત મતદારોને વિનંતી છે કે, પ્રશ્નો કરનારા મોદીને લોકો વિપક્ષમાં જ બેસાડે. એમણે એવો પણ કટાક્ષ કર્યો હતો કે, મોદી સરકાર રસ્તાની બન્ને બાજુ ‘નો એન્ટ્રી'ના બોર્ડ મૂકી જાણે કામગીરી કરી રહી છે અને સાચી હકિકતો પ્રજાથી છુપાવી રાખે છે.

English summary
Congress said just leave the US visa issue but why Modi can not go in Bihar?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X