For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વામીના ટ્વીટથી કોંગ્રેસને મોકો, પત્રકારની ધરપકડ પર ગોહિલે CMને ઘેર્યા

સ્વામીના ટ્વીટથી કોંગ્રેસને મોકો, પત્રકારની ધરપકડ પર ગોહિલે CMને ઘેર્યા

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં લોકલ વેબ પોર્ટલના એડિટર ધવલ પટેલની ધરપકડ મામલે પ્રદેશ કોંગ્રેસ સીએમ વિજય રૂપાણી પર હુમલાવર થઈ છે. પાર્ટીએ પ્રદેશ સરકારની કાર્યવાહીને કાયરતાવાળું કારનામું ગણાવતા સીએમ પર નિશાન સાધ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા શક્તિ સિંહ ગોહિલે કહ્યું કે જો ભાજપ સરકારની લીડરશિપની આલોચના અપરાધ છે તોભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી વિરદ્ધ કેસ કેમ નથી નોંધી રહ્યા?

shaktisinh gohil

શક્તિસિંહ ગોહિલે સ્વીમાના ટ્વીટનો હવાલો આપ્યો, જેમાં તેમણે ગુજરાતના નેતૃત્વ પરિવર્તનની જરૂરત હોવાનું ગણાવ્યું હતું. સ્વામીએ પોતાના ટ્વીટમાં કહ્યું હતું કે ગુજરાતમાં કોરોના વાયરસના શિકાર થનારાઓની સંખઅયા ત્યારે જ નિયંત્રત કરી શકાય છે જ્યારે આનંદીબેન પટેલની ગુજરાતના મુખ્યમંત્રી પદ પર વાપસી થાય. સ્વામીએ પોતાના આ ટ્વીટથી પોતાની જ પાર્ટીના સીએમ વિજય રૂપાણીના ગવર્નેન્સ પર સવાલ ઉઠાવ્યા હતા.

શક્તિસિંહ ગોહિલે આ ટ્વીટને આગળ રાખી ગુજરાત સરકાર પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે સીએમ વિજય રૂપાણીની એક કાયરતાવાળી હરકતથી ગુજરાત દંગ રહી ગયું છે. રૂપાણીના નિર્દેશ પર ગુજરાત પોલીસે લોકલ વેબસાઈટના સંપાદક ધવલ પટેલની બિન જામીનપાત્ર કલમ અંતર્ગત ધરપકડ કરાવી લીધી છે. ગોહિલે આગળ કહ્યું કે રૂપાણીજી જો તમારી લીડરશિપને ક્રિટિસાઈજ કરવી અપરાધ છે તો સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ કેસ કેમ નથી નોંધવામાં આવતો.

ઉલ્લેખનીય છે કે ધવલ પટેલે પોતાની વેબસાઈટ ફેસ ઑફ ધી નેશન પર 7મી મેના રોજ એક આર્ટિકલ લખ્યો હતો, જેમાં તેમણે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની સંભાવના જતાવી હતી. તેમણે પોતાના લેખમાં લખ્યું હતું કે પીએમ મોદીના વિશ્વસ્ત મનસુખ માંડવિયાને ભાજપ હાઈ કમાંડે દિલ્હી બોલાવ્યા છે. આ તર્કથી તેમણે સંભાવના જતાવી કે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થઈ શકે છે. પોલીસે જણાવ્યું કે ધવલના લેખમાં પ્રકાશિત તથ્યોનાકોઈ સબૂત નહોતા. એવામાં કોવિડ 19ના સંકટ વચ્ચે માહોલને અસ્થિર બનાવવાના આરોપસર ધવલની ધરપકડ કરવામાં આવી.

મત ગણતરીમાં ધાંધલી થઈ હોવાથી ગુજરાત હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ઝાટકો આપ્યોમત ગણતરીમાં ધાંધલી થઈ હોવાથી ગુજરાત હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ઝાટકો આપ્યો

English summary
congress targets vijay rupani on arresting journalist
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X