Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સરકારની ઉજવણી સામે વિપક્ષ છેડશે અનેક અભિયાન

સરકારની ઉજવણી સામે વિપક્ષ છેડશે અનેક અભિયાન

વિજય રૂપાણી સરકારે ગુજરાતમાં પાંચ વર્ષ પૂર્ણ કરી લીધાં છે ત્યારે ભાજપ સરકારે રાજ્યમાં 9 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો અને ઉજવણીઓ કરવાનું આયોજન કર્યું છે, જેની સામે ગુજરાત કોંગ્રેસે પણ આજથી આગામી 9 તારીખ સુધી વિવિધ અભિયાનો છેડી સરકારની નીતિઓ સામે દેખાવો કરવાનું આયોજન કર્યું છે.

gujarat congress

ગુજરાત કોંગ્રેસ આજે સમગ્ર ગુજરાતમાં શિક્ષણ બચાવો અભિયાન છેડશે. રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં પ્રદેશ શિક્ષણ બચાવો નામે કાર્યક્રમ કરશે જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અમદાવાદના નારણપુરા ચાર રસ્તા પાસે શિક્ષણ બચાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. નેતા વિપક્ષ પરેશ ધાનાણી રાજકોટમાં ઉપસ્થિત રહેશે. ભરતસિંહ સોલંકી આણંદમાં ઉપસ્થિત રહેશે. અર્જૂન મોઢવાળિયા પોરબંદરમાં, સિદ્ધાર્થ પટેલ વડોદરામાં, તુષાર ચૌધરી સુરતમાં અને જીતેન્દ્ર બધેલ ગાંધીનગરમાં યોજાનાર શિક્ષણ બચાવો અભિયાનમાં ઉપસ્થિત રહેશે.

જે બાદ 2 ઓગસ્ટે રાપણી સરકાર સંવેદના દિવસ ઉજવી રહી છે જ્યારે વિપક્ષ સંવેદનહિન સરકાર દિવસ ઉજવશે. 3 ઓગસ્ટે સરકાર અન્નોત્સવ દિવસ ઉજવશે જ્યારે વિપક્ષ અન્ન અધિકાર અભિયાન છેડશે. 4 ઓગસ્ટે સરકાર નારી ગૌરવ દિવસ ઉજવશે જ્યારે વિપક્ષ મહિલા સુરક્ષા અભિયાન છેડશે.

અમિત ચાવડાએ ટ્વીટ કરી કહ્યું કે, ભાજપ સરકારની કુનીતિઓને કારણે સતત ગગળી રહેલ શિક્ષણના સ્તર વિરુદ્ધ ગુજરાત કોંગ્રેસ આજે આખા ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરવાજઈ રહી છે. વિરોધ પ્રદર્શનમાં તમે બધા ઉપસ્થિત રહી આપણા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત બનાવીએ તેવો તમને બધાને અનુરોધ છે.

5 ઓગસ્ટે ગુજરાત સરકાર કિસાન સન્માન દિવસ ઉજવશે જ્યારે કોંગ્રેસ ખેડૂત, ખેતી બચાવો અભિયાન છેડશે. 6 ઓગસ્ટે ગુજરાત સરકાર રોજગાર દિવસ ઉજવશે જેની વિરુદ્ધ વિપક્ષ આ દિવસે બેરોજગારી હટાવો અભિયાન છેડશે.

7 ઓગસ્ટે સરકાર વિકાસ દિવસની ઉજવણી કરશે જ્યારે વિપક્ષ વિકાસ ખોજ અભિયાન છેડશે. 8 ઓઘસ્ટના રોજ સરકાર શહેરી સુખાકારી દિવસ ઉજવશે જ્યારે વિપક્ષ જનઅધિકાર અભિયાન છેડશે અને 9 ઓગસ્ટે સરકાર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરશે જ્યારે વિપક્ષ સામાજિક ક્રાંતિ અભિયાનનો આગાઝ કરશે.

ગુજરાત સરકારના આજના કાર્યક્રમો

રૂપાણી સરકાર આજે જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરશે. 135 કરોડના ખર્ચે 659 શાળાઓના તૈયાર થયેલ 12 હજાર સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રી 95 કરોડના ખર્ચે તૈયાર 1050 શાળાના ઓરડાઓનું પણ લોકાર્પણ કરશે. 10 કરોડ 26 લાખના ખર્ચે તૈયાર 71 પંચાયત ઘરનું લોકાર્પણ કરશે. 4 કરોડ 80 લાખના ખર્ચે તૈયાર ધોળકા, નવસારી તાલુકા પંચાયતના મકાનનું લોકાર્પણ કરશે. 35 કરોડનાખર્ચે તૈયાર 256 માધ્યમિક શાળાઓમાં કમ્યુટર લેબનો શુભારંભ. એક હજાર પીએચડી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાશે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ 2008 વિદ્યાર્થીઓને સહાયની સાથે નમો ટેબલેટ વિતરણ કરાશે. સ્ટુડંટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી હેઠળ 16 કોલેજો, યુનિવર્સિટીઓ સાથે MoU કરાશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X