Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોરોના કેસ વધતા સરકાર એક્શનમાં, મહાનગરો ઉપરાંતના 17 નગરોમાં પણ હવેથી નાઈટ કર્ફ્યુ!

ગુજરાતમાં કોરોનાના કેસ દિવસે દિવસે સતત વધી રહ્યા છે ત્યારે હવે સરકારનું પણ ટેન્સન વધી રહ્યુ છે. સરકારનું ટેન્સન વધતા હવે સરકાર એક્શનમાં આવી છે. ગુજરાત સરકારે હવે વધુ 17 શહેરોમાં નાઈટ કર્ફ્યુ અમલમાં મુકવાની જાહેરાત કરી છે

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસ દિવસે દિવસે સતત વધી રહ્યા છે ત્યારે હવે સરકારનું પણ ટેન્સન વધી રહ્યુ છે. સરકારનું ટેન્સન વધતા હવે સરકાર એક્શનમાં આવી છે. ગુજરાત સરકારે હવે વધુ 17 શહેરોમાં નાઈટ કર્ફ્યુ અમલમાં મુકવાની જાહેરાત કરી છે. હવેથી ગુજરાતમાં ગુજરાતમાં ૮ મહાનગરો, બે શહેરો ઉપરાંત વધુ ૧૭ નગરોમાં રાત્રિ કરફયુનો અમલ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

bhupendra patel

હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છે. સરકારે આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં ૧૭ નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ ૨૨ જાન્યુઆરીથી રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત રાત્રિ કરફયુ જે 22 જાન્યુઆરીએ સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ ૭ દિવસો માટે લંબાવીને તા ૨૯ જાન્યુઆરી સુધી કરવામાં આવી છે. હવે ૮ મહાનગરો ઉપરાંત ૧૯ નગરોમાં તારીખ ૨૨ મી જાન્યુઆરી થી દરરોજ રાત્રિના ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ ૨૯ જાન્યુઆરી સુધી કરવામાં આવશે. સરકારના આ નિર્ણય સાથે સાથે તમને જણાવી દઈએ કે સરકારે હોટેલ-રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X