For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોપ ગિયરમાં કોરોના, 8 મહિના બાદ રાજ્યમાં એક દિવસમાં 11 હજારથી વધુ નવા કેસ નોંધાયા!

ગુજરાતમાં કોરોના હવે ટોપ ગીયરમાં હોય તેમ લાગી રહ્યું છે. જાન્યુઆરીની શરૂઆતથી રફ્તાર પકડ્યા બાદ હવે ફુલ સ્પીડમાં આગળ વધી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે ટોપ ગીયરમાં હોય તેમ લાગી રહ્યું છે. જાન્યુઆરીની શરૂઆતથી રફ્તાર પકડ્યા બાદ હવે ફુલ સ્પીડમાં આગળ વધી રહ્યો છે. જે રીતે રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોનાના આંકડા આવી રહ્યા છે તેને જોતા આગામી દિવસોમાં પરિસ્થિતી બેકાબૂ બનવાની પુરી સંભાવના છે. રાજ્યમાં 8 મહિના બાદ કોરોના વાયરસે 11 હજારનો આંકડો પાર કર્યો છે.

8 મહિના બાદ 11 હજારથી વધુ કેસ નોંધાયા

8 મહિના બાદ 11 હજારથી વધુ કેસ નોંધાયા

ગુજરાત સહિત ભારતભરમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની અધિકારીક ઘોષણા થઈ ગઈ છે ત્યારે હવે ગુજરાતમાં 8 મહિના બાદ 11 હજારથી વધુ કેસ નોંધાયા છે અને 6 મહિના બાદ 5 લોકોના મોત થયા છે. રાજ્યના વિગતવાર આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં આજે 11176 નવા કોરોના કેસ નોંધાયા છે અને ગુજરાતના 4 જિલ્લા અમદાવાદ, સુરત, વલસાડ, રાજકોટ અને ભાવનગરમાં 1-1 વ્યક્તિએ કોરોનાને કારણે દમ તોડ્યો છે. રાજ્યમાં 6 મહિના બાદ એક સાથે આટલા કેસ નોંધાયા છે.

6 મહિના બાદ 5 લોકોના મોત

6 મહિના બાદ 5 લોકોના મોત

વિગતવાર આંકડા પર નજર કરીએ તો, સૌથી વધુ અમદાવાદ શહેરમાં 3673 કેસ, ત્યારબાદ સુરત શહેરમાં 2690, વડોદરા શહેરમાં 950, રાજકોટ શહેરમાં 440, વલસાડ જિલ્લામાં 337, ગાંધીનગર શહેરમાં 319, ભરુચ જિલ્લામાં 308, સુરત જિલ્લામાં 243, ભાવનગર શહેરમાં 198, જામનગર શહેરમાં 170, નવસારી જિલ્લામાં 155, ગાંધીનગર જિલ્લામાં 134, રાજકોટ જિલ્લામાં 133, કચ્છ જિલ્લામાં 129, મહેસાણા જિલ્લામાં 117, આણંદ જિલ્લામાં 103, ખેડા જિલ્લામાં 101, વડોદરા જિલ્લામાં 97, અમદાવાદ જિલ્લામાં 81, પાટણ જિલ્લામાં 80, મોરબી જિલ્લામાં 78, બનાસકાંઠા જિલ્લામાં 75, ગીર સોમનાથ જિલ્લામાં 69, જૂનાગઢ શહેરમાં 68, સુરેન્દ્રનગર જિલ્લામાં 56, અમરેલી જિલ્લામાં 52, સાબરકાંઠા જિલ્લામાં 51, જામનગર જિલ્લામાં 46, દાહોદ જિલ્લામાં 39, ભાવનગર જિલ્લામાં 38, પંચમહાલ જિલ્લામાં 29, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 28, મહીસાગર જિલ્લામાં 28, નર્મદા જિલ્લામાં 19, જૂનાગઢ જિલ્લામાં 17, તાપી જિલ્લામાં 10, અરવલ્લી જિલ્લામાં 5, પોરબંદર જિલ્લામાં 5, છોટા ઉદેપુર જિલ્લામાં 3 અને ડાંગ જિલ્લામાં 2 કોરોનાના કેસ નોંધાયા છે. ગુજરાતના એકમાત્ર જિલ્લા બોટાદમાં આજે એકેય કેસ નોંધાયો નથી.

રાજ્યમાં એક્ટિવ કેસ 50 હજારને પાર

રાજ્યમાં એક્ટિવ કેસ 50 હજારને પાર

એક્ટિવ કેસની વાત કરીએ તો, હાલ રાજ્યમાં 50 612 એક્ટિવ કેસ છે, જેમાંના 64 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 50 હજાર 548 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યના કુલ કેસની વાત કરીએ તો અત્યારસુધીમાં 896894 લોકોને કોરોના થયો છે.

English summary
Corona in top gear, more than 11 thousand new cases reported in the state after 8 months!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X