For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના ઈફેક્ટઃ ગુજરાતમાં આજથી 21 એપ્રિલ સુધી આ ક્ષેત્રોમાં કર્ફ્યૂ લાગ્યું

કોરોના ઈફેક્ટઃ ગુજરાતમાં આજથી 21 એપ્રિલ સુધી આ ક્ષેત્રોમાં કર્ફ્યૂ લાગ્યું

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના મામલાની સંખ્યા 700 સુધી પહોંચનાર છે. અહીં 26 લોકોના મોત થઈ ચૂક્યાં છે. તેજીથી ફેલાતા સંક્રમણ વચ્ચે સરકારે હવે 21 એપ્રિલ સુધી કેટલાય ક્ષેત્રોમાં કર્ફ્યૂ ઘોષિત કરી દીધું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમૂખ્યમંત્રી નીતિન પટેલની કોર કમિટી સાથે બેઠક થઈ હતી, જેમાં આગળના હાલાત પર ચર્ચા થઈ. આ ઉપરાંત પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝાએ કર્ફ્યૂ સંબંધિત જાણકારી આપી.

અત્યાર સુધી અમદાવાદમાં સૌથી વધુ દર્દી મળ્યા

અત્યાર સુધી અમદાવાદમાં સૌથી વધુ દર્દી મળ્યા

સંવાદદાતાએ જણાવ્યું કે ગુજરાતમાં અત્યાર સુધી સામે આવેલા કોરોના સંક્રમણના અડધાથી વધુ મામલા અમદાવાદથી નોંધાયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર કમિટી સાથે ચર્ચા બાદ શહેરના કોટ વિસ્તાર અને દાણીલીમડામાં કર્ફ્યૂ લગાવી દીધું છે. આ ક્ષેત્રોમાં બુધવારે સવારથી 21 એપ્રિલની સવારના છ વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. ખુદ વિજય રૂપાણીએ આ ઘોષણા કરી. રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આને લઈ કમિટી સાથે બેઠક કરી હતી.

21 સુધી આ વિસ્તારોમાં કર્ફ્યૂ લાગૂ રહેશે

21 સુધી આ વિસ્તારોમાં કર્ફ્યૂ લાગૂ રહેશે

બેઠકમાં વધુ સંક્રમિત વિસ્તાર અમદાવાદના દાણીલીમડા તથા કોટ વિ્તારના શાહપુર, કાલુપુર, કારંજ, ખાડિયા, ગાયકવાડ હવેલી, દરિયાપુર વિસ્તારમાં 15થ 21 એપ્રિલ સુધી કર્ફ્યૂ લાગૂ કરવાનો ફેસલો કરવામાં આવ્યો. દાણીલીમડા તથા કોટ વિસ્તારમાં આ દરમિયાન કોરોના સંક્રમણને કાબૂમાં લેવાના પ્રયાસો કરાશે.

એકથી 5 હજારનો દંડ અને જેલનું પ્રાવધાન

એકથી 5 હજારનો દંડ અને જેલનું પ્રાવધાન

ઉલ્લેખનીય છે કે તબ્લીગી જમાતના સવા સો તથા શૂરા જમાતના 1100 જેટલા લોકો ગુજરાતમાં આવ્યા બાદ અમદાવાદ અને વડોદરામાં કોરોના સંક્રમિતોની સંખ્યા તેજીથી વધવા લાગી. અમદાવાદ, સુરત, રાજકોટમાં સ્થાનિક પ્રશાસને માસ્ક પહેરવું ફરજિયાત કરી દીધું છે, આવું ના કરવા પર એકથી પાંચ હજાર સુધીનો દંડ અને જેલની સજાનું પ્રાવધાન કર્યું છે.

જરૂરી ચીજો માટે 3 કલાક છૂટ અપાશે

જરૂરી ચીજો માટે 3 કલાક છૂટ અપાશે

ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે અમદાવાદમાં બુધવારે સવારે 6 વાગ્યેથી કર્ફ્યૂ લાગૂ થઈ જશે, આ દરમિયાન મહિલાઓને બપોરે 1થી 4 સુધી દૂધ, શાકભાજી, દવા તથા અન્ય જરૂરી ચીજો માટે 3 કલાકની છૂટ આપવામાં આવશે. કર્ફ્યૂની ઘોષણા પહેલા શહેરમાં આરએએફ તથા સૂરતમાં સીઆઈએસએફ અને પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી. શહેર પોલીસ કમિશ્નર આશિષ ભારિયાએ કર્ફ્યૂ વિશે જણાવતા કહ્યું કે અમદાવાદના શાહપુર, કારંજ, કાલુપૂર, ખાડિયા, ગાયકવાડ હવેલી, દરિયાપુર, દાણીલીમડા વિસ્તારોમાં કર્ફ્યૂ લાગૂ રહેશે.

2 હજારથી વધુ પોલીસકર્મી હાલાત સંભાળશે

2 હજારથી વધુ પોલીસકર્મી હાલાત સંભાળશે

આ દરમિયાન 2 હજારથી વધુ પોલીસકર્મી કર્ફ્યૂના આદેશોનું પાલન કરાવશે. જે અંતર્ગત 374 નાકાબીંધી પોઈન્ટ, 159 પીસીઆર અને મોબાઈલ વેન, 49 હોમ ક્વારંટાઈન સ્ટાફ, 46 મોટરસાઈકલ પર પેટ્રોલિંગ, 22 પીએસઆઈ ક્વારંટાઈન બંદોબસ્ત, 323 હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ, 546 હોમ ગાર્ડ જવાન, 380 એનઆરપી જવાન, 200 અર્ધસૈનિક બળ જવાન, 69 સિવિલ ડિફેંસ બંદોબસ્તમાં રહેશે.

શું લૉકડાઉનમાં પીએમ મોદી દરેક ભારતીયોને આપશે 15000 રૂપિયા, જાણો શું છે હકીકતશું લૉકડાઉનમાં પીએમ મોદી દરેક ભારતીયોને આપશે 15000 રૂપિયા, જાણો શું છે હકીકત

English summary
coronavirus effect: gujarat govt allows curfew in many cities till Apr 21
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X