For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 મહિના પછી દુકાનો ખુલતા અમદાવાદના બજારોમાં આ રીતે થઈ ભીડ

છૂટ મળતા જ ગુજરાતના પણ ઘણા શહેરોમાં ભારે સંખ્યામા દુકાનો ખોલી દેવામાં આવી. અમદાવાદમાં તો લોકો સોશિયલ ડિસ્ટંસીંગ જ ભૂલી ગયા.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના સંક્રમણની રોકથામ માટે દેશભરમાં લગાવવામાં આવેલ લૉકડાઉનને એક મહિનો વીતી ચૂક્યો છે. કેન્દ્ર સરકારે આ માટે ધીમે ધીમે છૂટ આપવાની શરૂ કરી દીધી છે. આ ક્રમમાં ગૃહ મંત્રાલયે ગઈ કાલે રાતે એક આદેશ જારી કર્યો કે શનિવારથી બધા રાજ્યો અને કેન્દ્રાસિત પ્રદેશોમાં રજિસ્ટર્ડ દુકાનોને અમુક શરતો સાથે ખોલી દેવામાં આવે. આ છૂટ માત્ર એ જ દુકાનોને મળશે જે નગર નિગમો અને નગરપાલિકાઓની સીમામાં નથી આવતી. આ છૂટ મળતા જ ગુજરાતના પણ ઘણા શહેરોમાં ભારે સંખ્યામા દુકાનો ખોલી દેવામાં આવી. અમદાવાદમાં તો લોકો સોશિયલ ડિસ્ટંસીંગ જ ભૂલી ગયા.

રમઝાનમાં ખુલી દુકાનો, સોશિયલ ડિસ્ટિંસીગ ભૂલ્યા લોકો

રમઝાનમાં ખુલી દુકાનો, સોશિયલ ડિસ્ટિંસીગ ભૂલ્યા લોકો

અમદાવાદના બજારના ફોટા સામે આવ્યા છે. આમાં જોઈ શકાય છે કે કઈ રીતે ભીડ ઉમટી રહી છે. ઘણા લોકો માસ્ક કે રૂમાલ પહેર્યા વિના જ નીકળી રહ્યા છે. જ્યારે રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા કહી ચૂક્યા છે કે આ શહેર હાઈરિસ્ક ઝોનમાં છે. આ એકલા શહેરમાં જ ગુજરાતના કુલ દર્દીના અડધાથી વધુ દર્દી છે. 1600થી વધુ લોકોને હોસ્પિટલોમાં ઈલાજ ચાલી રહ્યો છે. સંક્રમણથી ગ્રસિત થઈને 80થી વધુ મરી ચૂક્યા છે. પરંતુ તેમછતા ઘણા વિસ્તારોમાં લોકોએ લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટિંસીંગના નિયમ નેવે મૂકી દીધા છે.

નાના વેપારીઓ, ધંધાવાળાને મળી રાહત

નાના વેપારીઓ, ધંધાવાળાને મળી રાહત

સરકારના નિર્ણથી ગુજરાતમાં નાના-મોટા વેપારીોને ઘણા રાહત મળી છે. અહીં બધા જિલ્લામાં મૉલ અને માર્કેટિંગ કૉમ્પ્લેક્સ સિવાય પણ દુકાનો ખુલી શકશે. આ છૂટ માત્ર હૉટસ્પૉટ એરિયામાં નહિ હોય. લોકોને કહેવામાં આવી રહ્યુ છે કે બધાએ નિયમોનુ ધ્યાન રાખવુ પડશે. માસ્ક પહેરવુ અનિવાર્ય હશે.

શું નહિ ખુલે?

શું નહિ ખુલે?

  • સલુન નહિ ખુલે
  • આઈસક્રીમ પાર્લર નહિ ખુલે
  • જૂતા ચંપલની દુકાનો નહિ ખુલે
  • પાનની દુકાનો નહિ ખુલે
  • નમકીન, મિઠાઈની દુકાન નહિ ખુલે

શું ખુલશે?

શું ખુલશે?

મોબાઈલ રિચાર્જ

ઈલેક્ટ્રોનિક, એસી રિપેરીંગ, પંચરની દુકાનો

સ્ટેશનરી

હૉટસ્પૉટ એરિયામાં શોપિંગ મૉલ્સ અને કૉમ્પ્લેક્સ હજુ નહિ ખુલે.

આ પણ વાંચોઃ 'નાકમાં તેલ નાખવાથી કોરોના પેટમાં વહી જાય છે જ્યાં એસિડ તેને મારી નાખશે'આ પણ વાંચોઃ 'નાકમાં તેલ નાખવાથી કોરોના પેટમાં વહી જાય છે જ્યાં એસિડ તેને મારી નાખશે'

English summary
Coronavirus Lockdown Relaxation- ahmedabad market open today but people aren't serious on social distancing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X