ગુજરાતમાં કોરોના વાયરસના XE વેરિઅંટની એન્ટ્રી, નોંધાયો પહેલો કેસ

ઓમિક્રૉન કોરોના વાયરસ કરતા વધુ સંક્રમક પરંતુ વધુ ગંભીર નહિ એવા XE વેરિઅંટની એન્ટ્રી ગુજરાતમાં થઈ ચૂકી છે.

અમદાવાદઃ ઓમિક્રૉન કોરોના વાયરસ કરતા વધુ સંક્રમક પરંતુ વધુ ગંભીર નહિ એવા XE વેરિઅંટની એન્ટ્રી ગુજરાતમાં થઈ ચૂકી છે. ગુજરાતમાં કોરોના વાયરસના XE વેરિઅંટનો પહેલો કેસ નોંધવામાં આવ્યો છે તેમ એક ઉચ્ચ પદાધિકારીએ ધ હિંદુ સાથે પુષ્ટિ કરી છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં આ સપ્તાહે જ XE વેરિઅંટનો પહેલો કેસ નોંધવામાં આવ્યો હતો.

corona

એક વ્યક્તિએ નામ ન છાપવાની શરતે ધ હિંદુને જણાવ્યુ કે ગુજરાતમાંથી નમૂના NCDCને મોકલવામાં આવ્યા છે પરંતુ અમે જે જોઈએ છે તે મુંબઈની તુલનામાં XE પરિભાષામાં વધુ ફિટ બેસે છે. ગુજરાત બાયોટેકનોલૉજી રિસર્ચ સેન્ટર(GBRC)ની એક INSACOG પ્રયોગશાળાએ કથિત રીત વેરિઅંટની પુષ્ટિ કરી છે. વિશ્વમાં અત્યાર સુધી XE વેરિઅંટના માત્ર 600 કેસ નોંધવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિઅંટના ઉપ વેરિઅંટ એક્સઈના એક કેસની પુષ્ટિ કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યુ હતુ કે કોરોના વાયરસના નવા વેરિઅંટથી સંક્રમિત દર્દીની સ્થિતિ ગંભીર નથી.

બધા વેરિઅંટની સરખામણીમાં વધુ ટ્રાન્સમિસિબલ

એક્સઈ વેરિઅંટ(XE variant)એ દુનિયાભરમાં પહેલેથી જ ચિંતાનો વિષય બનેલો છે કારણકે આને અત્યાર સુધી શોધવામાં આવેલ કોરોના વાયરસના અન્ય બધા વેરિઅંટની સરખામણીમાં વધુ ટ્રાન્સમિસિબલ માનવામાં આવે છે. WHOએ માન્યુ છે કે એક્સઈ વેરિઅંટ કોરોનાના બે અલગ-અલગ વેરિઅંટના જોડાવાથી તૈયાર થયો છે. આ વાયરસ Omicron BA.1 અને BA.2ના જોડાવાથી બન્યો છે. કોઈ કૉમ્બિનેશન ત્યારે તૈયાર થાય છે જ્યારે કોઈ વ્યક્તિ એકથી વધુ વેરિઅંટથી ઈન્ફેક્ટેડ થઈ ચૂક્યો હોય છે.

ભારતમાં કેસ મળવા ચિંતાનો વિષય

બ્રિટનની હેલ્થ એજન્સી NHSના મુખ્ય ચિકિત્સા સલાહકાર સુસાન હૉપકિન્સે જણાવ્યુ હતુ કે કોરોનાના અન્ય વેરિઅંટ સાથે જોડાઈને બની રહેલ આ પ્રકારના વેરિઅંટ ઘણા વધુ ઘાતક નથી હોતા અને જલ્દી મરી જાય છે. આના કેસ પણ બહુ ઓછા છે માટે એ માની શકાય છે કે આ ઓછા ઘાતક છે. WHOએ જણાવ્યુ છે કે XE variant વધુ ટ્રાન્સમિસિબલ છે. આ મૂળ ઓમિક્રૉનની સરખામણીમાં 10 ગણો વધુ ઝડપથી ફેલાય છે. અમુક દેશોમાં આના અમુક કેસ જોવા મળ્યા છે. એવામાં ભારતમાં આના કેસ મળવા ચિંતાનો વિષય હોઈ શકે છે.

XE variantના લક્ષણ

અત્યાર સુધી XE variantના લક્ષણો હજુ સુધી જાણવા મળ્યા નથી. આ ઓમિક્રૉનના બે વેરિઅંટ સાથે જોડાઈને તૈયાર થયો છે માટે એવુ માનવામાં આવી રહ્યુ છે કે આના લક્ષણ પણ ઓમિક્રૉન વેરિઅંટ સાથે મળતા હોઈ શકે છે. જો તમને તાવ, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, થાક, શરીરમાં દુઃખાવો, માથામાં દુઃખાવો, ગળામાં ખારાશ, નાક વહેવુ અને ડાયેરિયા જેવા લક્ષણો અનુભવાય તો તમારે તરત જ તપાસ કરાવવી જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X