
શું માયા કોડનાની બચાવવા અમિત શાહ આવશે?
વર્ષ 2002માં ગુજરાતના નરોડા પાટિયામાં થયેલા તોફાનોના આરોપી ભૂતપૂર્વ ભાજપ ધારાસભ્ય માયા કોડનાનીની અરજી પર સુનવણી કરતા કોર્ટે બીજેપી અધ્યક્ષ અમિત શાહને સાક્ષી તરીકે બોલવવાની અનુમતિ આપી દીધી છે. કોડનાનીએ કોર્ટમાં તેવી અપીલ કરી હતી કે અમિત શાહ સમેત અન્ય 13 લોકોને તેમના કેસમાં સાક્ષી તરીકે બોલવવામાં આવે. જેથી કરીને કોર્ટ સમક્ષ માયા કોડનાની પોતાની જાતને નિર્દોષ સાબિત કરી શકે. કોડનાનીનો દાવો છે કે અમિત શાહ અને અન્ય સાક્ષી તે વાતના સાક્ષી છે કે જ્યારે કોમી તોફાનો થયા ત્યારે તે ઘટનાસ્થળે નહતી. કોર્ટે કહ્યું કે આ અંગે સાક્ષીઓને ફરીથી પુછપરછ માટે બોલાવી શકાય છે. જજે સ્પષ્ટતા આપી કે આ સાક્ષીઓનું પુછપરછ માટે બોલવી શકાય છે અને તેમાં કંઇ પણ અયોગ્ય નથી.
Reas also: માયા કોડનાનીને અમિત શાહ યાદ આવ્યા, કહ્યું કોર્ટમાં હાજર થાવ!
જમાનત પર છે કોડનાની
નોંધનીય છે કે નરોડા પાટિયાના તોફાનો મામલે કોર્ટે માયા કોડનાનીને 28 વર્ષની જેલની સજા સંભળાવી છે. જો કે તે પછી ઉપરી અદાલતમાંથી તેમને જમાનત મળી ગઇ છે. નરોડા પાટિયામાં તોફાનો ગોધરા કાંડ પછી થયા હતા. આ ગુજરાત તોફાનોના 9 મહત્વના તોફાનોમાંથી એક છે જેની તપાસ એસઆઇટી કરી રહી છે. આ કેસ કુલ 82 લોકોની વિરુદ્ધ ચાલી રહ્યો છે.