રવિન્દ્ર જાડેજા બન્યો પપ્પા, રીવાબાએ આપ્યો દીકરીને જન્મ

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજા બન્યો પિતા. રવિન્દ્ર જાડેજાની પત્ની રિવા બાએ રાજકોટમાં દિકરીની જન્મ આપ્યો છે. ઘરે દિકરી રૂપે લક્ષ્મી પધારતા જાડેજાનો સમગ્ર પરિવાર ખુશ થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે હાલ રવિન્દ્ર જાડેજા ચેમ્પિયન ટ્રોફી રમી રહ્યો હોવાથી ઇંગ્લેન્ડમાં છે. પણ ગુરુવારે રિવા બા એ સ્ટર્લિંગ હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો હતો. હાલ માતા અને પુત્રી બન્નેની તબિયત સ્વસ્થ છે. અને સમગ્ર પરિવારમાં ઉમંગનું વાતાવરણ છે. સાથે જ ક્રિકેટપ્રેમીઓ પણ આ સમાચાર સાંભળીને ખુશ થયા છે. 

jadeja

રિવા બાએ ગત મોડી રાતે રાજકોટની હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. જો કે જાડેજા ઇંગ્લેડનમાં હોવાના કારણે તેના આ સમાચાર ફોન દ્વારા આપવામાં આવ્યા હતા. સિઝેરિયન દ્વારા રિવાબાએ બાળકીને જન્મ આપ્યો હતો. અને હવે તેમની તબિયત સારી છે. ઉલ્લેખનીય છે કે હાલ રવિન્દ્ર જાડેજા તેના બેસ્ટ ફોર્મ છે અને તેની કારર્કિર્દીમાં પણ ટોચ પર છે. ત્યારે તેની ખુશીમાં દિકરીના આ જન્મથી વધારો થયો છે. 

English summary
Cricketer Ravindra jadeja became Father on baby girl. Read more on this news here.
Please Wait while comments are loading...