For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4 વૈભવી બંગલો ધરાવે છે અમદાવાદની આ મહિલા ચોર

|
Google Oneindia Gujarati News

arrested-ahmedabad
અમદાવાદ, 4 નવેમ્બરઃ જ્યારે પણ કોઇ વ્યક્તિ ચોરી કરતી પકડાય ત્યારે આપણને સામાન્ય રીતે એવું સાંભળવા અથવા તો વાંચવા મળ્યું હશે કે કોઇ મજબૂરી વશ તેણે આ ગુનાનો માર્ગ અપનાવ્યો છે. જીવનને ચલાવી રાખવા માટે અન્ય કોઇ રસ્તો નહીં સુઝતા તેણે ચોરી કરવાનો નિર્ણય કર્યો હોવાનું બહાર આવે છે, પરંતુ એક એવો ચોંકાવનારો અને આશ્ચર્ય પમાડે તેવો કિસ્સો અમદાવાદ શહેરમાં બન્યો છે. પોલીસ દ્વારા ચોરીના મામલે એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે, એ મહિલાએ ચોરી કરીને ચાર વૈભવી બંગલો બનાવી લીધા છે.

આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના વિવિધ ધાર્મિક આયોજનો અને વરઘોડાઓમાં મહિલા કુંટુબીજનો સાથે જતી રહેતી હતી અને અન્ય મહિલાઓના ઘરેણાઓની ચોરી કરતી હતી. લક્ષ્મીબેન દાતણિયા નામની આ મહિલાની ઠક્કરબાપાનગર બસ સ્ટેન્ડ પાસેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ પૂછપરછ દરમિયાન લક્ષ્મીબેન પાસેથી પોલીસને જાણવા મળ્યા અનુસાર, તેઓ સમાચારપત્રો વાંચીને ધાર્મિક પ્રસંગો અંગેન માહિતી એકઠી કરી લેતા હતા અને બાદમાં કુંટુબીજનો સાથે તેમાં ઘુસી જતા હતા. જ્યાં ધક્કામુક્કી કરીને તેઓ મહિલાના ગળામાંથી સોનાના ચેઇન અને ઘરેણાની ચોરી કરી લેતા હતા.

તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારે ઘરેણાઓની ચોરી કરી રહ્યાં હતા, એટલું જ નહીં પરંતુ તેમના સાસુ પણ અગાઉ આ પ્રકારના જ ગુના સબબ પકડાયા હતા. ચોરેલા સોનાના ઘરેણાઓ વેચીને તેમણે નરોડાના ઠક્કરબાપાનગરમાં ચાર વૈભવી બંગલો બનાવી લીધા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે જ્યારે વધારે તપાસ હાથ ધરી તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી. લક્ષ્મીબેનને આ હાથની સફાઇ અન્ય કોઇએ નહીં પરંતુ તેમની સાસુએ જ શીખવી હતી. લક્ષ્મીબેનની સાસુ પણ ભૂતકાળમાં આ પ્રકારે જ ચોરી કરતી હતી.

લક્ષ્મીબેન જ્યારે લગ્ન કરીને સાસરીમાં આવ્યા ત્યારે તેમના સાસુ તેમને ચોરી કરવા માટે સાથે લઇ જતા હતા અને તેના કારણે તેઓ પણ હાથની સફાઇના ખેલના ખિલાડી બની ગયા હતા. લક્ષ્મીબેને છેલ્લા 20 વર્ષમાં અસંખ્ય ચોરીઓ કરી છે, પરંતુ પોલીસ તેમને માત્ર બે વખત જ ઝડપી શકી છે.

English summary
crorepati Woman jewel thief held in ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X