લિફ્ટ આપવાના બહાને ગાડીમાં બેસાડી આચર્યું દુષ્કર્મ

Subscribe to Oneindia News

સુરેન્દ્રનગર ના પાટડી તાલુકાના ફત્તેપુરા ગામનો ભરત ઠાકોર નામનો શખ્સે દસાડા ગામેથી યુવતીને બોલેરોમાં વણોદ લઇ જવાનું કહી બેસાડી હતી. ભરત ઠાકોરની યુવતી પર નજર બગડતા એછવાડા ગામ પાસે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ પોતાની હવસનો શિકાર બનાવી પીડિતાને રસ્તામાં જ ઉતારી દીધી હતી અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. યુવતીએ દસાડા પોલીસ મથકે બળાત્કાર ગુજાર્યાની પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી તપાસ હાથ ધરી હતી. પીડિતાને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.

surendranagar rape

યુવતી મોડી સાંજે દસાડા ગામેથી વણોદ ગામે જવા માટે ઉભી હતી. પાટડી તાલુકાના ફત્તેપુરા ગામનો વતની ભરતભાઇ તલાજી ઠાકોર નામનો શખ્સ પોતાની બોલેરો ગાડી લઇને દસાડા પાસેથી નીકળ્યો હતો. યુવતીને જોતાં તેણે યુવતીને વણોદ ગામે ઉતારવાનું કહીને પોતાની બોલેરો ગાડીમાં બેસાડી દીધી હતી.

surendranagar rape

અહીં વાંચો - 30થી વધુ વાહનોની ચોરી કરનાર વાહનચોર ઝડપાયો

યુવતીને ક્યાં ખબર હતી આ શખ્સ તેની સાથે આવું કૃત્ય કરશે? એછવાડા ગામ પાસે આરોપીએ એકલતાનો લાભ લઇ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ યુવતીને ત્યાં રોડ પર જ ઉતારી આરોપી ભાગી ગયો હતો. ઘટના બાદ પીડિતાએ 100 નંબર પર ફોન કરી જાણ કરતાં દસાડા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. યુવતીની ફરિયાદ નોંધી તેને મેડીકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. બીજી બાજુ પોલીસે આરોપી ભરતભાઇ તલાજી ઠાકોરને એછવાડા ગામેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

English summary
Surendranagar: Culprit raped a girl in his car.
Please Wait while comments are loading...